
મોરબીના પંચાસર રોડ પર આવેલા શક્તિધામ મંદિરમાં આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દૃુ પરિષદૃના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દૃુ સમાજને સંગઠિત થવા તેમજ વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શ કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે દૃેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની માગ પણ કરી હતી.
શક્તિધામ મંદિૃરમાં યોજાયેલા કાર્યક્રમમાં વાડી વિસ્તારના સતવારા સમાજના લોકો ઉપસ્થિત રહૃાા હતા. પ્રવીણ તોગડિયાએ હિન્દૂ સમાજને જાગૃત અને સંગઠિત કરવા માટે વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શ કરવાની વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ કેન્દ્રો માત્ર ધાર્મિક પ્રવૃત્તિ પૂરતા સીમિત ન રહે પરંતુ સમાજના સંગઠન અને સેવા પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગી બને તે દિશામાં કામગીરી થવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે દર શનિવારે રાત્રે લોકો આવા કેન્દ્રો પર એકત્રિત થઈ શકે અને સામાજિક રીતે સંગઠિત થઈ શકે. તોગડિયાએ વધુમાં જણાવ્યું કે આવા કેન્દ્રો પરથી જરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવાનો પણ પ્રયાસ થઈ રહૃાો છે.
કાર્યક્રમ દરમિયાન પ્રવીણ તોગડિયાએ વસ્તી વધારાના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. તેમણે હિન્દૃુઓની વસ્તી બહુમતી જાળવી રાખવાની વાત કરતાં ‘તીન બચ્ચા હિન્દૂસચ્ચાનો નારો આપ્યો હતો. તેમણે મુસ્લિમ વસ્તી વૃદ્ધિને લઈને િંચતા વ્યક્ત કરી અને કેન્દ્ર સરકાર સમક્ષ વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની માગ કરી હતી.
તોગડિયાએ રજૂ કરેલા સૂચન મુજબ, બે બાળકો બાદ ત્રીજું સંતાન ધરાવતા મુસ્લિમ પરિવારો માટે કેટલીક સરકારી સુવિધાઓ બંધ કરવાની વાત કરવામાં આવી હતી. તેમણે સૂચન કર્યું કે આવા પરિવારોને સરકારી અનાજ, સરકારી શાળામાં પ્રવેશ, સરકારી તબીબી સારવાર, બેંક લોન અને મતદૃાનના અધિકાર જેવા લાભોથી વંચિત રાખવા જોઈએ.તેમના મતે, આવા પગલાંથી દૃેશમાં વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરી શકાય છે. જોકે, આ તોગડિયા દ્વારા રજૂ કરવામાં આવેલી માંગ અને તેમનું સૂચન છે; તેને વર્તમાન કાયદૃા અથવા સરકારના અમલમાં આવેલા નિર્ણય તરીકે જોવું નહીં.
પ્રવીણ તોગડિયાએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિન્દૂ સમાજને વધુ સંગઠિત થવાની અપીલ કરી હતી. તેમણે ધાર્મિક કેન્દ્રોને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડવા અને સમાજમાં જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો.મોરબીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વસ્તી નિયંત્રણનો મુદ્દો ચર્ચામાં આવતા તોગડિયાનું નિવેદન ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચાનો વિષય બન્યું છે.