જુનાગઢના અંબાજી મંદિર વિવાદમાં નવો વળાંક, મહંતની હત્યાના ષડયંત્રની અરજીથી ખળભળાટ

જુનાગઢના અંબાજી મંદિરમાં ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. મહંત તનસુખગીરીની હત્યાના ષડયંત્ર અંગે પોલીસમાં અરજી કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. અરજીમાં તનસુખગીરીને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હોવાનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત મંદિરમાંથી નવાબી હાર તેમજ સોનું-ચાંદૃી સહિતની િંકમતી વસ્તુઓ ગાયબ થયાના આક્ષેપો પણ અરજીમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

મહત્વની વાત એ છે કે આ મામલે ઘટનાના આશરે ૨૧ મહિના બાદ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અરજી દૃુષ્યંતગિરીના નામે લખવામાં આવી હોવાનું જણાવાયું છે, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.

બીજી તરફ દૃુષ્યંતગિરીએ પોતાના નામે કરવામાં આવેલી અરજી અંગે અલગ જ દૃાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ અરજી તેમના નામે કરવામાં આવેલી નકલી અરજી છે. જેના કારણે હવે અરજી કોણે કરી અને તેના પાછળનો હેતુ શું હતો તે અંગે પણ સવાલો ઉભા થયા છે.

મહંતની હત્યાના કથિત ષડયંત્ર, સ્લો પોઈઝનના આક્ષેપો તેમજ મંદિરની િંકમતી વસ્તુઓ ગાયબ થવાના દૃાવા સહિતના મુદ્દાઓને લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ શ‚ કરી છે. અરજીમાં કરાયેલા આક્ષેપોની હકીકત શું છે અને અરજી પાછળ કોણ છે તે તપાસ બાદૃ જ સ્પષ્ટ થશે.

હાલ અંબાજી મંદિર સાથે જોડાયેલા આ સમગ્ર વિવાદૃમાં નવા આક્ષેપોથી સાધુ સમાજ અને સ્થાનિકોમાં પણ ચર્ચા તેજ બની છે. પોલીસ તપાસના અંતે જ આ ગંભીર આક્ષેપોની સત્યતા સામે આવશે.