ભારત સરકાર દ્વારા યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત દાહોદ દ્વારા તાલુકા કક્ષાનો સ્પોર્ટ્સ કાર્યક્ર્મ પ્રઞતિ હાઈસ્કૂલ, વડેલા, તા. લીમખેડા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં જુદાં જુદાં વિસ્તારના લગભગ 450 થી વધારે યુવાન ભાઈ-બહેનો ભાગ લીધો હતો. ભાઈઓ માટે કબડ્ડી,ગોળાફેંક, ચક્રફેંક તેમજ બહેનો માટે ખો-ખો, 100 મીટર દૌડ તથા લાંબી કૂદનું આયોજન કર્યું હતું. વિજેતા ટીમને જીલ્લા કક્ષાએ જવાનો સુવર્ણ મોકો મળશે વિવિધ રમતોમાં વિજેતા ટીમોને ટ્રોફી, પ્રમાણપત્રો રેફરીને ગિફ્ટ આપીને સમ્માનિત કર્યો હતા. આ પ્રસંગે બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રઞતિ હાઇસ્કુલના આચાર્ય આર.પી.પટેલ તથા નિણાર્યક તરીકે અરવિંદ પટેલ, બીપીન બારીયા, કલ્પેશ પલાસ, રાધાબેન પટેલ, વર્ષાબેન પટેલ. આ પ્રસંગને હાઈસ્કૂલનો સ્ટાફ વગેરે કાર્યક્રમને સફળ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્ર્મનું માર્ગદર્શન મેરા યુવા ભારત દાહોદ જીલ્લા યુવા અધિકારી વિઠ્ઠલચોરમલે, જમનાબેન બારીયા તથા ક્રુષ્ણકુમારસિંહ ચૌહાણ તમામ યુવા ભાઇઓ અને બહેનોને હાર્દિક અભિનંદન સાથે ઉચ્ચ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.