
કુલ 219 દર્દીઓને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા 46,જાંબુવા 39,ઝરીબુઝર્ગ 37, મીનાક્યાર 34, ગાંગરડી 27,પાટીયા 36 આમ કુલ 219 દર્દીઓનેONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું હતું.
પ્રધાનમંત્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત તારીખ-4 ના ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા, જાંબુવા, ઝરીબુઝર્ગ, મીના કયાર, ગાંગરડી, પાટીયા, ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજનONGCકંપની દ્વારા નિક્ષય મિત્ર બની ને કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરૂં પાડવા માટે સહાય આપવામાં આવે છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે.
ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે જે પોષણ કીટમાં ચોખા, તુવર દાળ, તેલ, ઘઉંનો લોટ, પ્રોટીન પાવડર, મગ, મગની દાળ, ગોળ, ખજૂર, ચણા જેવી વસ્તુઓ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાંONGCના HR મેનેજર અરૂણ પ્રભાત, કંપનીના ઇંછ એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પાંચવાડા ડો. રાગીની ધીંગા, જાંબુઆ ડો. આકાશદીપ કઠોટા, ઝરીબુઝર્ગ ડો.પ્રદીપ નીનામા, મીનાક્યાર ડો.અર્શ ચૌહાણ, ગાંગરડી ડો. દીપ્તિ રાઠોર, પાટીયા ડો. સુધાકર રજાક, તાલુકા ટીબી સુપરવાઈઝર ભાવેશ નિનામા, પિરામલ ફાઉન્ડેશન કોમ્યુનિટી કોર્ડીનેટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, એમ.પી. એચ. ડબલ્યુ, આશા બહેન તથા વ્હાલા ટીબી ના દર્દીઓ હાજર રહ્યા હતા.
આમ પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય.