પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત, ૧૦ ઉપપ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો

પ્રદેશ ભાજપની ટીમનો આતુરતાનો અંત આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ટીમની જાહેરાત કરી છે. જેમાં આખી ટીમમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠનમાં વ્યાપક ફેરફાર કરતા પ્રદેશ અયક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ના નેતૃત્વ હેઠળ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર થયેલી ભાજપના સંગઠનની ટીમની નિયુક્તિ થઈ છે. જેમાં ભાજપે ગુજરાત ભાજપની નવી ટીમની જાહેરાત કરી.

૧૦ ઉપપ્રમુખ, ૪ મહામંત્રી, ૧૦ મંત્રીનો સમાવેશ કરીને પ્રદેશ ઉપાયક્ષ, મહામંત્રી, મંત્રી, કોષાયક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક અપાઈ છે. પ્રદેશ ઉપાયક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રવક્તા ભરત પંડયા, સ્ન્છ જયદ્રથસિંહ પરમાર, પૂર્વ સાંસદ રમેશ ધડુક ઉપપ્રમુખ.

સાંસદ રાજેશ ચુડાસમાને ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ છે. જ્યારે નટુજી ઠાકોરને ભાજપે રિપીટ ઉપપ્રમુખ તરીકે યથાવત રાખ્યા છે. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દ્વારા આજે રાત્રે સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. મહામંત્રી તરીકે કચ્છ જિલ્લાના અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર જિલ્લાના હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ જિલ્લાના ડો. પ્રશાંત કોરાટ અને ખેડા જિલ્લાના અજયભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.

કોષાયક્ષ તરીકે ડો. પરિન્દુ ભગતની નિમણૂક કરવામાં આવી છે. કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહની નિમણૂક કરાઈ છે. મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલ જ્યારે મીડિયા ઇન્ચાર્જ તરીકે ડો. પ્રશાંત વાળાને મૂકવામાં આવ્યા છે. જ્યારે યુવા મોરચા પ્રમુખ તરીકે સંસદ સભ્ય ડો. હેમાંગ જોષીની નિમણૂક કરાઈ છે.

મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન વેકરીયાની નિમણૂક કરાઈ છે. હાલના મહામંત્રીએ ક્સિાન મોરચાના પ્રમુખ તરીકે હિરેન હિરપરાની નિમણૂક કરી છે. જ્યારે ઓ.બી.સી મોરચાના પ્રમુખ તરીકે માનસી પરમારની નિમણૂક થઈ છે. એસ.સી મોરચાના પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકીની નિમણૂક અને એસ.ટી મોરચાના પ્રમુખ તરીકે પીઢ નેતા અને સ્ન્છ ગણપત વસાવાને નિમણૂક મળી છે. જ્યારે લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન કાઝીની નિમણૂક કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટીમ જગદીશ વિશ્ર્વકર્માની ટીમ જાહેર થઈ ચૂકી છે. ભાજપે આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત કરવાની દિશામાં આ નિમણૂકો કરી હોય તેમ જોવાઈ રહ્યું છે. નવી ટીમ સાથે ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા તમામ નિમણૂક પામેલા પદાધિકારીઓને તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળવા સૂચના અપાઈ છે. ત્યારે હવે નવી ટીમ કેટલું કાઠું કાઢે છે તે જોવું રહેશે.