પીએમ મોદી પર અમેરિકાનું ભારે દબાણ છે’, રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ સાંસદૃ રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારબાદૃ કાર્યવાહી સ્થગિત કરી દૃેવામાં આવી. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદૃ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા ખેડૂત, અદૃાણી અને અપસ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદૃી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

રાહુલ ગાંધીએ કહૃાું- નરેન્દ્ર મોદૃી ગભરાયેલા છે. જે ટ્રેડ ડીલ ચાર મહિનાથી અટવાઈ હતી, કંઈ બદૃલાયું નહીં. તેઓ કોઈ કારણે દૃબાવમાં છે. જે હું જાણું છું, નરેન્દ્ર મોદૃી જાણે છે. મોદૃીજીએ કાલે સાંજે આ ડીલ પર સહી કરી દૃીધી. તેના પર ભયંકર પ્રેશર છે.

ઈતિહાસમાં પ્રથમવાર એલઓપીને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા દૃેવામાં આવતા નથી. યુએસની સાથે ટ્રેડ ડીલમાં ભારતના ખેડૂતોની મહેનત, લોહી-પરસેવો મોદૃીજીએ વેચી દૃીધો છે. તે એટલા માટે વેંચ્યો છે કારણ કે તેમણે સમજુતિ કરી છે.

રાહુલ ગાંધીએ કહૃાું- માત્ર તમે વેચ્યો નથી, દૃેશને વેચ્યો છે. તેથી મને બોલવા દૃેવામાં આવ્યો નહીં. મોદૃી જી ડરેલા છે, કારણ કે જે લોકોએ તેમની ઇમેજ બનાવી હતી હવે તે તૂટવા લાગી છે.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર દબાવમાં હોવાનો આરોપ લગાવતા ઘણા મુદ્દાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- અદાણી પર અમેરિકામાં એક કેસ છે. તે મોદીના નાણાકીય સ્ટ્રક્ચરને ટાર્ગેટ કરી રહ્યો છે. બીજા એપસ્ટીન ફાઇલ છે. અદાણી પર જે કેસ છે, તે હકીકતમાં મોદીજી પર કેસ છે. નરેન્દ્ર મોદી પર આ બે પ્રેશર પોઈન્ટ્‌સ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ તે સમજી રહ્યો છે કે પ્રધાનમંત્રીએ સમજુતિ કરી છે.