પશ્ચિમ બંગાળમાં ૨૫૨ મદરેસા બંધ કરવામાં આવશે, ૧૦૦ વધુ જાખમમાં છે; સર્વેક્ષણ પછી સરકાર કાર્યવાહીમાં

પશ્ચિમ બંગાળમાં વર્ષોથી કાર્યરત ઘણી મદરેસાઓ હવે બંધ કરવામાં આવશે. તે બધાને તાળા મારવાની તૈયારી ચાલી રહી છે. તપાસ બાદ, સરકારે ૨૫૨ મદરેસાઓને બંધ કરવાની નોટિસ ફટકારી છે. એવું પણ બહાર આવ્યું છે કે ૧૦૦ અન્ય મદરેસાઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. બંધ કરાયેલા મોટાભાગના મદરેસાઓ ખારીજી છે, જેમને યોગ્ય માન્યતાનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્યના મદરેસાઓની તપાસ માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. સર્વેના પ્રથમ તબક્કા પછી, ૨,૩૯૬ ખારીજી મદરેસાઓ ઓળખવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં, બંગાળ સરકારે ૨૫૨ મદરેસાઓને બંધ કરવાની નોટિસ ફટકારી છે અને ૧૦૦ અન્યને કારણ બતાવો નોટિસ ફટકારી છે. અહેવાલો દર્શાવે છે કે બંધ થવાની તૈયારીમાં રહેલા ૨૫૨ મદરેસાઓમાંથી મોટાભાગના “ખારીજી” મદરેસાઓ છે, જેમની પાસે યોગ્ય માન્યતાનો અભાવ છે.

રાજ્યએ કોલકાતા સહિત ૨૨ જિલ્લાઓમાં મદરેસાઓનો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ નિર્દેશ આપ્યો હતો કે માન્ય અને બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓ નક્કી કરવા માટે જિલ્લાઓમાં સર્વે હાથ ધરવામાં આવે. ત્યારબાદ, દરેક જિલ્લામાં સર્વે શરૂ કરવામાં આવ્યો. રાજ્ય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં મદરેસા વ્યવસ્થાપન પ્રણાલી, વિદ્યાર્થીઓની નોંધણી, ભંડોળના તો અને નોંધણીની સ્થતિ સહિત વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી હતી.

‘ખારીજી’ મદરેસા એ માન્યતા પ્રાપ્ત ન હોય તેવી અને સ્વતંત્ર ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓ છે જે કોઈપણ રાજ્ય કે સરકારી મદરેસા શિક્ષણ બોર્ડ સાથે જાડાયેલી નથી. અરબીમાં ‘ખારીજી’ શબ્દનો અર્થ ‘બહાર’ અથવા ‘અલગ’ થાય છે, જેનો અર્થ છે કે આ સંસ્થાઓ સરકારી શિક્ષણ પ્રણાલીના માળખાની બહાર કાર્ય કરે છે. કેટલીક જગ્યાએ, તેમને ‘કૌમી’ અથવા ‘નિઝામિયા’ મદરેસા પણ કહેવામાં આવે છે.