
આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાડાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સભ્ય હરભજન સિંહે શનિવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. હરભજન સિંહ પોતાના ગુજરાત પ્રવાસ પરથી પરત ફર્યા બાદ દિલ્હી પહોંચ્યા ત્યારે અમિત શાહને મળ્યા. હરભજન સિંહ પંજાબના રાજ્યસભા સાંસદ છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે હરભજન સિંહની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પંજાબમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં શાસક છછઁએ જબરદસ્ત જીતનો દાવો કર્યો છે.
જ્યારે હરભજન સિંહ રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ અને અશોક મિત્તલ સહિત છ રાજ્યસભા સાંસદો સાથે ભાજપમાં જાડાયા, ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટરને આપ કાર્યકરોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. જલંધરમાં પણ “દેશદ્રોહી” વિરોધ થયો. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુરક્ષા પાછી ખેંચી લીધી. આ પછી, કેન્દ્ર સરકારે હરભજન સિંહને “વાય” શ્રેણીની કેન્દ્રીય સુરક્ષા આપી. ત્યારથી, ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતનો ફોટો શેર કરતા હરભજન સિંહે લખ્યું, “આજે હું નવી દિલ્હીમાં અમિત શાહ સાથે મળ્યો. મુલાકાત દરમિયાન, અમે પંજાબ, રાજ્યના વિકાસ, જન કલ્યાણ અને કાયદો અને વ્યવસ્થામાં સુધારો સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. તેમણે પંજાબના હિતોનું રક્ષણ કરવા અને તેના વિકાસને આગળ વધારવા માટે કેન્દ્ર સરકારના સહયોગની પણ વિનંતી કરી.” હરભજન સિંહે તાજેતરમાં ટીવટર પર દાવો કર્યો હતો કે પંજાબમાં રાજ્યસભાની બેઠકો વેચાઈ રહી છે. તેમના નિવેદનથી રાજકીય ગરમાવો ફેલાયો છે. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.