
કોંગ્રેસનો દાવો છે કે કંપની તેના ભૂતપૂર્વ નામ, ગ્લોબએરેનાથી વિવાદોમાં ફસાઈ રહી છે
સીબીએસઇની ઓન-સ્ક્રીન માક્રીગ સિસ્ટમની આસપાસના વિવાદ અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે શિક્ષણ મંત્રાલયની બેદરકારી અને અનિયમિતતાને કારણે લાખો વિદ્યાર્થીઓ માનસિક તકલીફનો ભોગ બન્યા છે, અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમની રાજકીય ફરજ અનુસાર રાજીનામું આપવું જાઈએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા ખામીઓને અઠવાડિયા સુધી નકાર્યા પછી, સીબીએસઇએ આખરે સ્વીકાર્યું છે કે તેની ઓએસએમ સિસ્ટમ સાથે ચેડા કરવામાં આવ્યા છે. જયરામ રમેશે પ્રશ્ન કર્યો હતો કે કોન્ટ્રાક્ટ કરાયેલી કંપની, સીઓઇએમપીટી સામે શું કાર્યવાહી કરવામાં આવશે.
જયરામ રમેશે આરોપ લગાવ્યો કે ઓગસ્ટ ૨૦૨૫ ની ટેન્ડર શરતોમાં સીબીએસઇએ અયોગ્ય કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાનો અધિકાર અનામત રાખ્યો હતો, પરંતુ બાદમાં આ જાગવાઈમાં સુધારો કરીને તેને દૂર કરી દીધી. તેમણે આને કંપનીને બચાવવાનો પ્રયાસ ગણાવ્યો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર નિશાન સાધતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેઓ ઘમંડ અને અયોગ્યતાનું ઉદાહરણ બની ગયા છે અને તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જાઈએ.
આ અગાઉ, રાહુલ ગાંધીએ સીબીએસઇની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા અને તેની સાથે સંકળાયેલી ફી અંગે કેન્દ્ર સરકારની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે શિક્ષણને સેવા નહીં, પણ વ્યવસાય તરીકે જાવામાં આવે છે, ત્યારે ભૂલો સુધારવાને બદલે વધે છે. હકીકતમાં,સીબીએસઇ ધોરણ ૧૨ ના ઘણા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે પુનઃમૂલ્યાંકન માટે પોર્ટલ પર અપલોડ કરાયેલી ઉત્તરવહીઓ તેમની નથી. ત્યારબાદ સીબીએસઇએ સંબંધિત વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો અને તેમને તેમની સાચી ઉત્તરવહીઓ પૂરી પાડી.
આઇઆઇટી મદ્રાસ,આઇઆઇટી કાનપુર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાતો આ મામલાની તપાસ માટે કોર્પોરેશન ઓફ ઈન્ડીયાને બોલાવવામાં આવી રહી છે. પોર્ટલ અને પેમેન્ટ ગેટવે સિસ્ટમને મજબૂત બનાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે. વિપક્ષ વિવાદના કેન્દ્રમાં રહેલી કંપની સીઓઇએમપીટી વિશે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે કંપની તેના ભૂતપૂર્વ નામ, ગ્લોબએરેનાથી વિવાદોમાં ફસાઈ રહી છે.