પશ્ચિમ રેલ્વેએ મહેસુલી નુકસાન અટકાવવા અને મુસાફરીમાં શિસ્ત જાળવવા માટે વ્યાપક ટિકીટ તપાસ ઝુંબેશ ચલાવી હતી. જેના પરિણામે એપ્રિલથી નવેમ્બર 2025 સુધીના 8 મહિનાના સમયગાળામાં લગભગ રૂ.140 કરોડ રૂપિયાનો મોટો દંડ વસુલવામાં આવ્યો છે. આ આંકડો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 50 ટકાથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યુ હતુ કે, રેલ્વેના ટિકીટ તપાસ સ્ટફે મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનો, લાંબા અંતરની મેલ/એકસપ્રેસ ટ્રેનો, પેસેન્જર સેવાઓ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં સઘન તપાસ અભિયાન ચલાવ્યા હતા. એપ્રિલથી નવેમ્બર 2025 સુધીમાં 21.70 લાખથી વધુની ટિકીટ વગરના અમિયનિત મુસાફરો અને બુક ન કરેલા સામાનના કેસ પકડીને લગભગ રૂ.14 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. માત્ર નવેમ્બર મહિનામાં જ 2.80 લાખથી વધુ અનિયમિત મુસાફરીના કેસ શોધીને રૂ.18.25 કરોડની રકમ વસુલવામાં આવી હતી. જે ગયા વર્ષની તુલનામાં 40ટકા થી વધુનો વધારો દર્શાવે છે.એસી, લોકલ ટ્રેનો પર ઘ્યાન એસી ઉપનગરીય લોકલ ટ્રેનોમાં ગેરકાયદે મુસાફરી રોકવા માટે વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. એપ્રિલથી નવેમ્બર દરમિયાન એસી લોકલમાં લગભગ 75 હજાર દંડના કેસ શોધી કાઢવામાં આવ્યા હતા. અને રૂ.2.40 કરોડ રૂપિયાની વધુની વસુલાત થઈ હતી. જે ગયા વર્ષ કરતા 85 ટકા વધુ હતી.