
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે વરસાદ ન વરસતા કોઈ નવો કેસ નોંધાયો ન હતો. બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને ચાંદીપુરા વાયરસ સક્રિય થયો છે. જેમાં ગોધરા તાલુકાના ગોવિંદી ગામ ખાતે ચાંદીપુરા વાયરસનો નવો શંકાસ્પદ કેસ અને એક શંકાસ્પદ મોત નોંધાયુ છે. ત્યારે તંત્ર માટે રાહતની વાત એ છે કે, શનિવારે કોઈ નવો પોઝીટીવ કેસ કે પોઝીટીવ દર્દીનુ મોત નોંધાયુ નથી.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલમાં સમગ્ર જિલ્લામાં બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ ૧૬ દર્દીઓ સારવાર બાદ સંપુર્ણ સાજા થઈ ચુકયા છે. જયારે જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના પોઝીટીવ દર્દીઓના કુલ બે મોત નોંધાયા છે. નવા કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વે તેમજ પ્રિવેન્ટિવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ ૨૪ કેસોમાંથી ૩ પોઝીટીવ, ૨૦ નેગેટિવ આવ્યા છે. જયારે ૧ કેસનુ પરિણામ પેન્ડિંગ છે.