બાલાસિનોર જવાહર નવોદય વિદ્યાલયમાં રહેતા ૫૨૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા સ્ટાફને પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે લાખો પિયાના ખર્ચે સુવિધા ઉભી કરી છે. પરંતુ વિદ્યાલયમાં ૪ બોર બિનઉપયોગી થતાં રોજિંદી જરી એવી પાણીની સુવિધા મળતી નથી. જેથી પિયા ખર્ચી ટેન્કર મંગાવવામાં આવી રહ્યા છે.
બાલાસિનોર તાલુકાના કરણપુર ગામે જવાહર નવોદય વિદ્યાલય લાખો પિયાના ખર્ચે બનાવવામાં આવી છે. જે વિદ્યાલયમાં ૫૨૦ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. તેમજ ૧૦૦ જેટલા શિક્ષકો સહિત પરિવાર રહે છે. લાખો પિયાના ખર્ચે બિલ્ડિંગ સહિત પાણીની સુવિધા માટે ૪ બોર તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ બે બંધ હાલતમાં અને બે ના પાણીના લેવલ નીચે ઉતરી જતાં બિનઉપયોગી બની ગયા છે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પાણી વગર મુશ્કેલી વેઠી રહ્યા છે. તમામ બોર બંધ હોવાના કારણે હાલ પિયા ખર્ચી પાણીનુ ટેન્કર મંગાવવા મજબુર બન્યા છેે. વિદ્યાલય દ્વારા માંગણી કરવામાં આવી છે કે, વિદ્યાલયે કેનાલમાંથી લાઈન નાંખીને પાણી આપવામાં આવે તો વિદ્યાલયમાં પડતી ૫ાણીની સમસ્યા હલ થાય તેમ છે.