
પંચમહાલ જીલ્લાનું જીલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક વિજ્ઞાન- ગણિત પર્યાવરણ પ્રદર્શન – 2025 શ્રી સ્વામિનારાયણ ટેકનો સ્કૂલ ગોધરા ખાતે યોજાયું હતું. જેમાં વિભાગ 3 માં વિષય હરિત ઉર્જા (Green energy) હતો. જેમાં એકલવ્ય મોડેલ સ્કૂલ વેજલપુરના વિધાર્થીનીઓ બારીયા જાગૃતિ અને રાઠવા હિમુ એ હાઇડ્રોજન ગેસનું ઉત્પાદન કર્યું હતું. તેમના માર્ગદર્શક શિક્ષિકા હેતલ.બી. જોશી હતા. આ કૃતિને જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. શાળાનું ગૌરવ વધારવા માટે શાળાના આચાર્ય હર્ષ જોષી અને પ્રાયોજના અધિકારી પટેલ અને શાળા મેનેજમેન્ટ નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા સૌ વિધાર્થીઓને અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.