પંચમહાલ જીલ્લામાં નવા/જૂના મોબાઇલ ખરીદ-વેચાણ કરનાર તથા સીમકાર્ડ વેચાણ કરનાર વેપારીઓએ રજીસ્ટર નિભાવવાનું રહેશે

પંચમહાલ જીલ્લાના વિસ્તારમાં નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ ખરીદ-વેચાણ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને પંચમહાલના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવા હુકમ કર્યો છે.

આ જાહેરનામા મુજબ મોબાઇલ ખરીદતી વખતે અને નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ વેચતી વખતે વેપારીઓએ તે માટેનું રજીસ્ટર નિભાવવાનુ રહેશે. જેમાં અ.નં., મોબાઇલ ફોનની વિગત/કંપની, આઇએમઈઆઇ નં., મોબાઈલ વેચનાર/ખરીદનારના નામ-સરનામાની વિગત તથા આઈ.ડી.પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.

આ જાહેરનામા મુજબ નવું સીમકાર્ડ વેચતી વખતે વેપારીએ તે માટેનું રજીસ્ટર નિભાવવાનુ રહેશે જેમાં વેપારીએ અ.નં., સીમકાર્ડની વિગત/કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારના નામ-સરનામાની વિગત, આઈ.ડી.પ્રુફની વિગત અને સીમકાર્ડ ખરીદનારની સહી રજીસ્ટરમાં નોંધવાની રહેશે.

આ હુકમ તા.14/11/2025 થી આગામી બે માસ સુધી અમલમાં રહેશે તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.