પંચમહાલ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પંચમહાલ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષતામાં જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જીલ્લા કલેક્ટરએ જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ,વીજ જોડાણ , રોડ રસ્તા,ચોમાસા દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો, મહેસૂલ વિભાગ ના પ્રશ્નો ,પુરવઠા વિભાગને લગતા પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પડતર અરજીઓના નિવારણ, આરોગ્યલક્ષી સેવાઓ વધારવા, વિવિધ યોજનાઓના સહાય વિતરણ,તથા અન્ય જ‚રી બાબતો અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

બેઠકમાં સીએમ ડેશબોર્ડ, પી.જી. પોર્ટલ તથા સ્વાગત કાર્યક્રમ અંતર્ગતની અરજીઓનો નિકાલ કરવા પર સબંધિત અધિકારીઓને જીલ્લા કલેક્ટરએ સૂચના આપી હતી. તદ્ઉપરાંત ચાઈલ્ડ લેબલ ટાસ્કની બેઠક, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ૭૭માં વન મહોત્સવ દરમિયાન થયેલ વનીકરણ અંગેની પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય સી.કે રાઉલજી, જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય,નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ,નાયબ વન સંરક્ષક,પ્રાંત અધિકારી સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.