પંચમહાલ જીલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ

ગોધરાના ગદૂકપુર સ્થિત ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની માસિક સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ, પ્રભારી હર્ષદ વસાવા, રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જીલ્લા મહામંત્રી કુલદીપ સોંલકી, નરેન્દ્ર સિંહ ગોહિલ, પ્રદેશ કારોબારી સભ્યો પ્રતિમાબેન પરમાર હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનના વિવિધ હોદ્દેદારો સાથે તેઓને સોપાયેલ જવાબદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આવનાર દિવસો માટે પાર્ટીના જે કોઈ કામો હોય એ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. ભાજપ દ્વારા સંગઠન માટે દર મહિને માસિક બેઠકો કરી સંગઠનના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.