નીતિન નબીન અને રાહુલ સિંહા રાજ્યસભા જશે, ભાજપે બહાર પાડી ૯ ઉમેદવારોની યાદી

દેશના વિવિધ રાજ્યોમાં થનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ભાજપ્ો આવનારી રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ૯ ઉમેદૃવારોની યાદૃી જાહેર કરી છે. બિહાર, આસામ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાંથી ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે.દેશના ૧૦ રાજ્યોની ૩૭ રાજ્યસભા બેઠકો માટે ૧૬ માર્ચે મતદૃાન યોજાવાનું છે જ્યારે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૫ માર્ચ રાખવામાં આવી છે.

પાર્ટીએ ઉમેદવારી વિતરણમાં સંગઠન પર મજબૂત પકડ ધરાવતા નેતાઓને પ્રાથમિકતા આપી છે. બિહારથી નીતિન નબીનને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ પટનાના બાંકિપુર વિસ્તારથી ૫ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને રાજ્યની રાજનીતિમાં તેમની મજબૂત ઓળખ છે. બિહારમાં કુલ ૫ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.

પશ્ર્ચિમ બંગાળમાંથી રાહુલ િંસહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં તેઓ પાર્ટીના અગ્રણીઓમાં ગણાય છે અને લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા છે. બિહારથી જ યુવા નેતા શિલેશકુમારને પણ ઉમેદવારી આપવામાં આવી છે, જેના કારણે રાજ્યની રાજકીય સમીકરણોમાં નવી ચળવળ જોવા મળી રહી છે.

આસામમાંથી ત્ોવાશ ગોવાલા અને જોગન મોહન ને મેદૃાનમાં ઉતારવામાં આવ્યા છે. બંને નેતાઓ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. આસામમાં ૩ બેઠકો માટે મતદૃાન થવાનું છે, જેના કારણે સ્પર્ધા રસપ્રદૃ બનવાની સંભાવના છે.

ઓડિશામાંથી મોહન સમાલ અને સુજાત કુમારને ઉમેદૃવારી આપવામાં આવી છે. રાજ્યમાં સત્તા‚ઢ સ્થિતિને કારણે પાર્ટી મજબૂત માનવામાં આવી રહી છે. છત્તીસગઢમાંથી લક્ષ્મી વર્માને ઉમેદૃવાર જાહેર કરવામાં આવ્યા છે. તેઓ મહિલા મોરચામાં સક્રિય રહી ચૂક્યા છે અને સામાજિક કાર્ય માટે જાણીતા છે. છત્તીસગઢમાં ૨ બેઠકો ખાલી થઈ રહી છે.

હરિયાણામાંથી સંજય ભાટિયાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ વહીવટી પૃષ્ઠભૂમિ ધરાવે છે અને સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહૃાા છે. હરિયાણામાં પણ ૨ બેઠકો માટે ચૂંટણી યોજાશે.

રાજકીય વિશ્લેષકોના મત મુજબ ૧૦ રાજ્યોની ૩૭ બેઠકો માટે થનારી આ ચૂંટણી દૃેશની સંસદૃીય રાજનીતિમાં મહત્વપૂર્ણ સાબિત થશે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી ૯ ઉમેદૃવારોની યાદૃીથી સ્પષ્ટ થાય છે કે સંગઠનાત્મક અનુભવ અને પ્રદૃેશમાં પકડ ધરાવતા નેતાઓને મહત્વ આપવામાં આવ્યું છે.