નેપાળ સરહદ પર બોલબમ યાત્રા પર બે સમુદાયો વચ્ચે વિવાદ, ગોળીબારમાં ૨ લોકોના મોત

નેપાળી કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. મોટી સંખ્યામાં શિવભક્તો બોલબમ યાત્રા કરે છે અને નેપાળ અને ભારતના બાર જ્યોતિ‹લગોમાંના એક દેવઘર બાબા વૈદ્યનાથ ધામની યાત્રા કરે છે. આ પહેલા, શિવભક્તો કંવર યાત્રા અથવા બોલબમ યાત્રા કરે છે. આવી જ એક ઘટનામાં, સુનસારીના પિંડેશ્વર ખાતે જલાભિષેક માટે આયોજિત બોલબમ યાત્રા દરમિયાન, અન્ય એક સમુદાયના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદમાં વિરોધમાં ફેરવાઈ ગયો.આ ઘટના બિહારના સુનસારી જિલ્લાના દેવનગંજ ગ્રામ મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર ૩, કપ્તાનગંજમાં બની હતી, જે ભારત-નેપાળ પથર્દેવ સરહદથી લગભગ છ કિલોમીટર દૂર છે. બોલબમ યાત્રા દરમિયાન, અન્ય સમુદાય દ્વારા ફરકાવવામાં આવેલા ધાર્મિક ધ્વજને લઈને વિવાદ થયો હતો.

આ વિવાદ હિંસક અથડામણમાં પરિણમ્યો હતો. બંને સમુદાયો વચ્ચે હિંસક અથડામણને કાબૂમાં લેવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો. આઠ પોલીસકર્મીઓ સહિત દસ લોકો ઘાયલ થયા હતા.ફાયરિંગમાં ૨૪ વર્ષીય સ્થાનિક વ્યક્તિ, ઓમપ્રકાશ મહેતા ઘાયલ થયા હતા. તેમને બિરાટનગરની ન્યુરો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સુનસારીના નેપાળના જિલ્લા મેજિસ્ટ્રેટ, બાસુદેવ ઘિમિરેએ જણાવ્યું હતું કે એક નિરીક્ષક સહિત આઠ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

સુનસારીના પોલીસ અધિક્ષક કેશવ કુમાર થેવેના જણાવ્યા અનુસાર, સોમવારે પિંડેશ્વર ખાતે બોલબમ યાત્રા માટે ડીજે સાથે સપ્તકોશી નદી તરફ જવાની તૈયારી ચાલી રહી હતી. પિંડેશ્વર પછી, જૂથ બાબા વૈદ્યનાથ ધામ તરફ આગળ વધવાનું હતું, પરંતુ અન્ય સમુદાયના યુવાનોએ ડીજે વગાડવા સામે વાંધો ઉઠાવ્યો. થોડીવારમાં જ પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે શરૂઆતમાં ટીયર ગેસ છોડ્યો અને હવામાં ગોળીબાર કર્યો. નેપાળ સુનસારીના પોલીસનું કહેવું છે કે પરિÂસ્થતિ વધુ વણસી જતાં તેમને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. એક જ સમુદાયના દસ લોકોને ગોળી વાગી ગયા બાદ, ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ કપટગંજ બજારમાં ઘરો, મેડિકલ સ્ટોર્સ, પરિવહન અને અન્ય મિલકતોને આગ ચાંપી દીધી હતી. ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં ૨૨ વર્ષીય મિથલેશ યાદવ, ૧૮ વર્ષીય અમલેશ મહેતા,

૨૫ વર્ષીય મિથલેશ મહેતા અને ૨૦ વર્ષીય અમિત કુમાર યાદવનો સમાવેશ થાય છે, જેમની કોશી હોÂસ્પટલમાં સારવાર ચાલી રહી છે. દરમિયાન, ૨૧ વર્ષીય રવિન્દ્ર મહેતા, ૧૮ વર્ષીય અમિત કુમાર યાદવ, ૨૫ વર્ષીય સુનીલ કુમાર મહેતા, ૨૬ વર્ષીય સુનીલ કુમાર મહેતા અને અન્ય લોકો વિરાટ ન‹સગ હોમમાં સારવાર હેઠળ છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ રાયને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે.