
મહારાષ્ટ્રના રાજકારણમાંથી હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એનસીપી શરદ પવાર જૂથના તમામ આઠ સાંસદો સોમવાર, ૧૦ ઓગસ્ટના રોજ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સાંસદોની બેઠક માટે વડા પ્રધાન પાસેથી સમય માંગવામાં આવ્યો છે. પાર્ટીના લોકસભા જૂથના નેતા સુપ્રિયા સુલેએ તેને એક સત્તાવાર બેઠક ગણાવી છે. હાલમાં, શરદ પવારના સાંસદોના જૂથની પીએમ મોદી સાથેની મુલાકાત અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.
જાકે, આ અટકળોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.જાકે, સીમાંકન બિલ અને અન્ય મહત્વપૂર્ણ સરકારી કાયદાઓ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી અટકળો પહેલાથી જ ચાલી રહી છે કે એનસીપી-શરદ પવાર જૂથ સીમાંકન બિલને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપી શકે છે. વધુમાં,એનસીપી-શરદ પવાર જૂથ અને એનડીએ વચ્ચે ભવિષ્યમાં રાજકીય જાડાણો અંગે અટકળો ચાલી રહી છે. જાકે, સુપ્રિયા સુલેએ આ શક્્યતાઓની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમણે જણાવ્યું હતું કે આ બેઠક મુખ્યત્વે સાંસદોના અધિકારક્ષેત્રો અને તેમના મતવિસ્તારોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે છે.
સૂત્રોએ જણાવ્યું છે કે જા શરદ પવારનો પક્ષ દેશમાં બેઠકોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લે છે તો તે સીમાંકન સુધારા બિલને સમર્થન આપશે. અમિત શાહ સાથેની સર્વપક્ષીય બેઠકમાં શાહે આવો પ્રસ્તાવ લાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. આ ચર્ચાને માત્ર રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) જ નહીં, પરંતુ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને ડીએમકે દ્વારા પણ ટેકો મળ્યો હતો.અગાઉ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબીટીમાં ભાગલા જાવા મળ્યા હતા.
હવે, શરદ પવારની એનસીપી-એસપીમાં ભાગલા પડવાના અહેવાલો હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના છ સાંસદો એકનાથ શિંદેના જૂથમાં જાડાયા હતા. આ પછી, હવે શરદ પવારની પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોએ પણ પક્ષ બદલ્યા હોવાના અહેવાલો છે.
એનસીપી (શરદ પવાર) સાંસદ અને સંસદમાં પાર્ટીના જૂથ નેતા, સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે પાર્ટીના તમામ આઠ સાંસદો સોમવાર, ૧૦ ઓગસ્ટના રોજ સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સુલેએ કહ્યું કે વડા પ્રધાને અગાઉ કેટલાક એનડીએ સાંસદોને નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમની પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. હવે તેઓ પોતે વડા પ્રધાનને મળવા જઈ રહ્યા છે.સુપ્રિયા સુળેના મતે, આ બેઠક મહારાષ્ટÙના સાંસદોના મતવિસ્તારોને લગતા મુદ્દાઓ પર છે.
તેમણે કહ્યું કે આ બેઠકને સીમાંકન સાથે જાડવી યોગ્ય નથી. વડા પ્રધાન બંધારણીય પદ ધરાવે છે અને તે પદનું સન્માન કરવું જાઈએ. તેમણે કહ્યું કે તેઓ દિવસના અજવાળામાં વડા પ્રધાનને મળવા જઈ રહ્યા છે, તેથી તેના વિશે કોઈ રાજકીય અટકળો લગાવવી યોગ્ય નથી.સીમાંકન અને એફસીઆરએ બિલ અંગે, સુળેએ સ્પષ્ટતા કરી કે તરફથી તેમના પક્ષના સમર્થન માટે કોઈ ચર્ચા કે વિનંતી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે એનસીપી (શરદ પવાર)એફસીઆરએ બિલનો વિરોધ કરશે અને સરકારે બિલ પાછું ખેંચવું જાઈએ અથવા તેને પાસે મોકલવું જાઈએ