મથુરામાં શંખ ફૂંકાયોઃ સાધુઓ અને સંતોએ મોટી જાહેરાત કરી, ૬ ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે કાર સેવા યોજાશે

પોલીસ વહીવટીતંત્રે રવિવાર સવારથી જ મથુરાના રાધાકુંડ વિસ્તારના જુલ્હેન્ડીમાં ચિત્રગુપ્ત પીઠ પર કડક નજર રાખી હતી. કાર સેવા સંદર્ભે સવારે પીઠમાં હવન પૂજા કરવામાં આવી હતી. હવન પૂજા પછી, સાધુઓ અને સંતોએ એક બેઠક યોજી હતી, જેમાં ૬ ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે કાર સેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, ચિત્રગુપ્ત પીઠની બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત રહી હતી.

રાધાકુંડમાં ચિત્રગુપ્ત પીઠ ખાતે હવન યજ્ઞ પછી, કાર સેવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સંતોએ ૬ ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે કાર સેવાની જાહેરાત કરી છે. સ્વામી સચ્ચદાનંદ મહારાજે જણાવ્યું હતું કે ૯ ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે કાર સેવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા હોવાથી તેને મુલતવી રાખવી પડી હતી.

શંખ વગાડવાની વિધિ દરમિયાન મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ પહોંચ્યા હતા અને તેમનો ટેકો વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે ૬ ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદિત માળખાને તોડી પાડવામાં આવ્યું હતું.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ઓર્ડર કરાયેલા ગુલાબી પથ્થરોનો પહેલો જથ્થો શુક્રવારે મોડી રાત્રે પહોંચ્યો હતો. આ પથ્થરો ભરતપુરના બંસી પહાડપુરથી મેળવવામાં આવ્યા હતા. આ પથ્થરોનો ઉપયોગ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી સÂચ્ચદાનંદ મહારાજે આ પથ્થરોનો ઓર્ડર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ૯ ઓગસ્ટે આશ્રમમાંથી ઔપચારિક કાર સેવાની જાહેરાત કરવામાં આવશે. આ હેતુ માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩ અખાડાના સાધુઓ અને સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર એક ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ હેતુ માટે પાંચ હજાર મેટ્રિક ટન ગુલાબી પથ્થરોનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

સ્વામી સÂચ્ચદાનંદની કાર સેવાની જાહેરાત બાદ, પોલીસ વહીવટીતંત્ર એલર્ટ પર છે. સાધુઓ અને સંતોને લાલ કાર્ડ નોટિસ જારી કરવામાં આવી છે. આમાં સાધ્વી ઋતંબરા, કથાકાર દેવકીનંદન ઠાકુર, મહંત ફૂલદોલ બિહારીદાસ મહારાજ, શ્રીચરણદાસ મહારાજ, સૌરભ ગૌર, સીતારામદાસ મહારાજ, સંત અભિષેક બ્રહ્મચારી, મોહિની બિહારી શરણ મહારાજ અને મહામંડલેશ્વર કૃષ્ણાનંદ મહારાજ સહિત ૧૨ અન્ય સાધુઓ અને સંતોનો સમાવેશ થાય છે. નોટિસમાં, પોલીસે જણાવ્યું છે કે ધાર્મિક લાગણીઓના આડમાં સમાજને ઉશ્કેરવા માટે કાર સેવાના નામે સોશિયલ મીડિયા પર વીડિયો અને પોસ્ટર Âટ્‌વટ કરવામાં આવ્યા છે. સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ જાળવવા માટે શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને તેની આસપાસ આવી પ્રવૃત્તિઓ ટાળો. જા આવી કોઈ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવશે, તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સ્વામી સÂચ્ચદાનંદે જણાવ્યું હતું કે પથ્થરોનો બીજા જથ્થો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.