નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના NTF (National Task Force) એકમ દ્વારા માનસિક સ્વાસ્થય જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

તા.30/06/2026, મંગળવાર ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક સોસાયટી સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના .NTF (National Task Force) અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) ને મજબૂત બનાવવા અને આત્મહત્યાની ઘટનાઓ ઘટાડવા માટે માનસિક સ્વાસ્થય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ડૉ. નિલેશ નિનામા, મનોચિકિત્સક, જનરલ હોસ્પિટલ, દાહોદ હાજર રહ્યા હતા. જેમના દ્વારા વિદ્યાર્થીઓને તણાવ વ્યવસ્થાપન, ડિપ્રેશન અંગે જાગૃતિ અને ભાવનાત્મક સહાય વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 114 જેટલા વિધાર્થીઓ અને કોલેજના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ.જી.જે. ખરાદી ના માર્ગ દર્શન હેઠળ NTF ના નોડલ ઓફિસર ડૉ. રુચિતા આર. પટેલ અને કો- ઓર્ડીનેટર  શ્રી. નીલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.