-કચેરીમાં ફરજ બજાવતા હુલામણા ઉપનામથી જાણીતા ઇન્સ્પેક્ટરના આશીર્વાદથી વહીવટદારો બન્યા બેફામ.
-જનતા ત્રાહિમામ = આરટીઓ સત્તાધીશો અને મળતીયાઓની સાઠગાંઠને કારણે સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન થતું હોવાની ચર્ચા.
દાહોદ એઆરટીઓ કચેરી હાલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને કારણે ભારે ચર્ચામાં આવી છે. સામાન્ય જનતા પોતાના કાયદેસરના કામો માટે એ આરટીઓ કચેરીના ધરમ ધક્કા ખાઈ રહી છે. જ્યારે બીજી તરફ કચેરીમાં કાયદાની એસી તેસી કરી એક હુલામણા નામ વાળા ઇન્સ્પેક્ટરના આશીર્વાદથી એજન્ટો અને ખાનગી વહીવટદારોનો રાફડો ફાટ્યો છે.
રિમોટ કંટ્રોલથી ચાલતીએ આરટીઓ કયેરી: ખાનગીવહીવટદારો માલામાલ
કેટલાક કમાણી કરાવી આપતા માનીતા ખાનગી વહીવટદારો એ આરટીઓ કચેરીમાં સમાંતર સત્તા ચલાવી રહ્યા છે. સામાન્ય નાગરિક જ્યારે લર્નિંગ લાઈસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ,કે વાહન ટ્રાન્સફર જેવા સામાન્ય કામો માટે એ આરટીઓ કચેરીએ જાય છે ત્યારે તેમને જાણી જોઈને ધક્કા ખવડાવવામાં આવે છે, કાં તો લાંબી રાહ જોવી પડે છે અથવા તો આ માટે વહીવટ (લાંચ)કરવો પડે છે.
કોડ-૬ અને કોડ-૯ નો ખેલ શું છે? સરકારી તિજોરીને કરોડોનું નુકસાન એક હુલામણા ઉપનામથી જાણીતા ઈન્સ્પેક્ટર આણી મંડળીએ ભ્રષ્ટાચાર આચરવા વ્યવસ્થિત નેટવર્ક ગોઠવ્યું છે. જેમાં તેઓ કોડવર્ડનો ખેલ ખેલીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. આ ખેલ સમજવા જેવો છે. કોડ-૬ એટલે ગુજરાત પાસિંગની ગાડીઓ માટેનો ફિક્સ વહીવટ અને કોડ-૯ એટલે અન્ય રાજ્યોમાંથી આવતી ગાડીઓ માટેનો ફિક્સ વહીવટ. આ કોડવર્ડ હેઠળ ઉઘરાવવામાં આવતી લાખ્ખો પિયાની રોકડ સીધી સરકારી તિજોરીમાં જવાના બદલે અધિકારીઓ અને ખાનગી વહીવટદારોના ખિસ્સામાં જઈ રહી છે. જેનાથી રાજ્ય સરકારને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. રહસ્યમય ’ધુળેટી ’લીસ્ટ ઓવરલોડ વાહનો અને અધુરા દસ્તાવેજો ધરાવતી ગાડીઓ પાસેથી નિયમિત ફિક્સ એન્ટ્રી ઉઘરાવવા માટે એક ખાસ ’ધુળેટી’લીસ્ટ બનાવવામાં આવ્યું હોવાની આશંકા છે. જો તપાસ થશે તો ખુલશે આ કાળા ચિઠ્ઠા શંકાસ્પદ અધિકારીઓ અને વહીવટદારોના ૂવફતિંફાા ચેટ્સ અને કોલ ડીટેઈલ્સ તપાસવામાં આવે તો લેવડદેવડના પાકાપુરાવા મળી શકે છે.ઈન્સ્પેક્ટરો અને તેમના માનીતા મળતીયાઓના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવે તો બેનામી વહીવટો અને કાળા નાણામાંથી વસાવેલી સંપત્તિના રહસ્યો બહાર આવી શકે છે. આરટીઓના માનીતા ખાનગી વહીવટ કર્તાઓ સહિતના મોબાઈલ ફોન તથા બેન્ક એકાઉન્ટની તપાસ થવી જરી છે. શું વાહન વ્યવહાર કમિશનર કચેરી અને પ્રશાસન આ આખા કૌભાંડ સામે લાલ આંખ કરીને કડક પગલાં ભરશે? કે પછી દાહોદ એ આરટીઓમાં આ જ પ્રકારે ’લાલિયા વાડી અને ભ્રષ્ટાચારનો ચોક્કસ આયોજનબદ્ધ ખેલ અવિરત ચાલતો રહેશે? જનતા હવે ન્યાય અને પારદર્શક વહીવટની રાહ જોઈ રહી છે.