નસવાડી તાલુકામાં શિક્ષણ વિભાગનો અંધેર વહીવટ : સોડત(ચુનાખાણ)પ્રા.શાળામાં એક જ વર્ગમાં ચાર શિક્ષકો

નસવાડી તાલુકામાં અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પુરતા નથી. તેવા સમયે આદિવાસી સમાજના લોકોએ શિક્ષણ વિભાગની બેદરકારી બહાર પાડી છે.

નસવાડી તાલુકામાં ૨૧૨ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જયારે નસવાડી સ્ટેશન વિસ્તારમાં પ્રાથમિક શાળામાં ૫ બાળકોની સંખ્યા છે. આ શાળામાં બે શિક્ષકો ફરજ બજાવે છે. અને આ શાળાનુ મકાન જર્જરિત બનતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળા નજીકમાં આવેલ સોડત(ચુનાખાણ)પ્રાથમિક શાળામાં સ્ટેશન શાળાએ ખસેડવા હુકમ કર્યો છે. પરંતુ આ શાળાના એકપણ વિદ્યાર્થીઓ છેલ્લા ૧૦ દિવસથી સોડત(ચુનાખાણ)પ્રાથમિક શાળામાં આવ્યા જ નથી. ત્યારે બીજી બાજુ સોડત(ચુનાખાણ)પ્રાથમિક શાળામાં ૩ શિક્ષકો છે અને બે ઓરડા આવેલા છે. જેના કારણે એક ‚મમાં બે શિક્ષકો ધો.-૧ થી ૫ ના બાળકોને અભ્યાસ કરાવે છે. જયારે સ્ટેશન શાળાના બે શિક્ષકો ત્યાં બેસતા હોવાથી એક જ ‚મમાં ૪ શિક્ષકો બેસે છે. પરંતુ સ્ટેશન પ્રાથમિક શાળાના બે શિક્ષકો છેલ્લા ૧૦ દિવસથી બાળકો જ ન આવતા હોવાથી નવરાધુપ બસી રહ્યા છે. જેને લઈ આદિવાસી સમાજના લોકોને આની જાણ થતાં શાળાએ પહોંચીને શિક્ષણ વિભાગને આ સમગ્ર અંધેર વહીવટ બહાર પાડ્યો હતો. આદિવાસી વિસ્તારમાં અનેક વ્યવસ્થામાં ખામીઓ અને સુવિધાના અભાવે ગુણવત્તાવાળુ શિક્ષણ મળતુ ન હોવથી વાલીઓમાં રોષ ફેલાયો છે. જયારે નસવાડી તાલુકાની ૭ પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષક જ નથી. સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળાનુ મકાન જર્જરિત છે. ત્યારે નજીકમાં ભાડાનુ મકાન લઈને શાળા ચલાવવાની જગ્યાએ શિક્ષણ વિભાગ એક કિ.મી.દુર નદીના કિનારે ચાલતી શાળામાં બાળકોને અભ્યાસ માટે જવાનો હુકમ કરતા વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનુ બંધ કરી દેતા શાળાને તાળા મારવાની નોબત આવી છે. શિક્ષણ વિભાગના અંધેર વહીવટના કારણે સ્ટેશન વિસ્તારના લોકોમાં રોષ ફેલાયો છે. તાલુકા શિક્ષણ અધિકારી હુકમ કરે ત્યારે સ્થળ સ્થિતિનુ નિરીક્ષણ કરતા નથી જે તેનો વરવો નમુનો છે.