
ભારે વરસાદ બાદ નદીના પ્રવાહમાંથી યુવકને સુરક્ષિત બહાર કઢાયો.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી નજીક અશ્વિન નદીમાં ફસાયેલા એક યુવકનું NDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેમાં યુવક ફસાયો હતો.

છોટા ઉદેપુર જીલ્લામાં પડેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. નસવાડીની અશ્ર્વિન નદીમાં પણ પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું હતું.
આ દરમિયાન, નસવાડી દરગાહ પાસે એક યુવક અશ્ર્વિન નદીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો. તે નદીની વચ્ચેના ભાગમાં લગભગ બે કલાક સુધી ફસાયેલો રહ્યો હતો.
યુવકના ફસાયાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બોટની મદદથી યુવક સુધી પહોંચી અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી.
ગઉછઋના જવાનોએ યુવકને બોટમાં બેસાડીને નદીમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું હતું અને યુવકનો જીવ બચી ગયો હતો.