નસવાડી ગામમાં અશ્ર્વિન નદીના જલારામ મંદિર અને જકાતનાકા વિસ્તારમાં પાણી ભરાયા

છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી ગામમાં અશ્ર્વિન નદીના પાણી ઘૂસી ગયા છે. ઉપરવાસમાં અને જીલ્લામાં ગત રાત્રિના ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના પરિણામે ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ.

પૂરના પાણી ગામમાં પ્રવેશતા જલારામ મંદિર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે જકાતનાકા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી જોવા મળ્યા હતા, જેના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.

હાલમાં વરસાદનું જોર ઘટતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. નદીમાં પાણી ઓસરતા ગ્રામજનોને પણ હાલાકીમાંથી મુક્તિ મળી છે.