નસવાડીના કેવડી ગામમાં પાણી પુરવઠા યોજનાની સમસ્યા : ગ્રામજનો ત્રણ માસથી શુદ્ધ પાણી વિના વંચિત

નસવાડી તાલુકાના કેવડી ગામમાં પાણી પુરવઠા યોજના સાથે જોડાયેલી ગંભીર સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે ગ્રામજનો છેલ્લા ત્રણ મહિનાથી ફિલ્ટર કરેલ શુદ્ધ પાણી પીવા માટે વંચિત છે. કરોડો ‚પિયાના ખર્ચે કુપ્પા પાણી પુરવઠા વિભાગ દ્વારા નાંખવામાં આવેલી પાઈપો તુટી જવાના કારણે અને પાઈપો કોતરમાં છુટી પડી રહી હોવાના કારણે ગામલોકોને ફિલ્ટર થયેલુ શુદ્ધ પાણી મળતુ બંધ થયુ છે.

આ બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. જેના લીધે ગ્રામજનોને વોટર વર્કસનુ ડહોળુ પાણી પીવા માટે મજબુર થવુ પડે છે. ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે વોટર વર્કસના બોર બંધ થઈ જાય છે. જેના પરિણામે પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. અને ગ્રામજનોને કલાકો સુધી પાણી મળતુ નથી. આ સ્થિતિમાં જયારે વીજળી ન હોય ત્યારે લોકોને પાણી વિના હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ચોમાસામાં જયારે પાણીની જ‚રિયાત વધુ હોય છે. કુપ્પા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ૭૨ ગામોને ૭૨ લાખના ખર્ચે પાણી પુ‚ પાડવાની યોજના છે અને ગ્રામજનોને શુદ્ધ અને પુરતુ પાણી મળી રહે તે સુનિશ્ર્ચિત કરવાનો હોય છે. પરંતુ અધિકારીઓ ઓફિસોમાં બેઠા બેઠા વહીવટ કરતા હોવાથી અને કોન્ટ્રાકટર ઉંઘી રહેતા હાલ લોકો શુદ્ધ પાણી વિના છે. ૫ વર્ષનો કોન્ટ્રાકટ એજન્સીને આપવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાકટરે આજદિન સુધી પાઈપો રિપેર કરી નથી. હાલ પાઈપો આડેધડ ગમે ત્યાં છુટી પડી રહી છે જેને લઈ લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.