નસવાડીના હાંડેલી ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે બાળકો આવાસમાં અભ્યાસ કરવા મજબુર

નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલા હાંડેલી ગામની પ્રા.શાળાની હાલત અત્યંત દયનીય છે. અત્યંત જર્જરિત બનેલા શાળાના ઓરડા તોડી પાડ્યા બાદ નવા ઓરાડાઓના નિર્માણની કામગીરી શ‚ ન થતાં ધો.-૧ થી ૫ માં અભ્યાસ કરતા લગભગ ૧૭ જેટલા બાળકોને મધ્યાહન ભોજનના સંચાલક રાઠવા રતનભાઈ સોમજીભાઈના આવાસમાં અભ્યાસ કરી રહ્યા છે. આ દ્રશ્ય શિક્ષણ વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે.

આ આવાસમાં બાળકો માટે માત્ર એક જ ટેબલ પંખો અને એક લાઈટ ઉપલબ્ધ છે. અપુરતી સુવિધાઓ વચ્ચે ગરમી અને અંધારામાં બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા છે. આ પરિસ્થિતિ બાળકોના શૈક્ષણિક વિકાસ પર નકારાત્મક અસર પાડી રહી છે. આવાસમાં શોૈચાલયની સુવિધાનો અભાવ હોવાના કારણે બાળકોને શોૈચક્રિયા માટે બહાર જવુ પડે છે. આ સ્થિતિ માત્ર બાળકો માટે જ નહિ પરંતુ શાળાના શિક્ષકો માટે પણ શરમજનક છે. જેમને પણ શોૈચક્રિયાચ માટે ગામમાં અન્યના ધરે જવુ પડે છે. આ ઉપરાંત મધ્યાહન ભોજનનો નાસ્તો પણ આ જ નાના ‚મમાં બનાવવામાં આવે છે. જે આગ જેવી મોટી દુર્ધટના સર્જાવવાની સંભાવના છે. બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી અંગે ગંભીર પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને શિક્ષણ વિભાગ દ્વારા આ ગંભીર સમસ્યાની તાત્કાલિક નોંધ લઈને બાળકો માટે નવીન વહેલી તકે શાળાના ઓરડા બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.