બોડેલી નગરપાલિકાની નવી ત્રણ ડોર ટુ ડોર કચરા ગાડીઓ એક મહિનાથી ધુળ ખાઈ રહી છે. અને કચરા ગાડીઓ અનિયમિત આવતા રહિશોમાં રોષ જોવા મળ્યો છે.
બોડેલી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નવી ત્રણ કચરા ગાડી ખરીદી હતી. જોકે આશરે એક મહિનાથી ત્રણેય ગાડી પાલિકા પરીસરમાં નિષ્ક્રિય હાલતમાં ધુળ ખાઈ રહી છે. નગરમાં કચરો લેવા માટે હાલની ગાડીઓ પણ અનિયમિત આવતી હોવાથી રહિશોને ભારે મુશ્કેલી પડી રહી છે. નગરના અનેક વિસ્તારોમાં કચરો લેવા માટે ગાડી સમયસર ન આવતા લોકો ધરમાં જ કચરો સંગ્રહ કરવા મજબુર બન્યા છે. કેટલાક વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓ પર કચરો ફેંકાતો હોવાથી ગંદકી, દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળાનો ભય ઉભો થયો છે. રહિશોનો સવાલ છે કે, જયારે નવી ત્રણ ગાડીઓ ઉપલબ્ધ છે ત્યારે કામગીરીમાં કેમ મુકવામાં આવતી નથી…?સ્છચ્છતાં માટે કરોડો પિયાનો ખર્ચ છતાં જો કચરો નિયમિત રીતે ઉઠાવવામાં ન આવે તો સ્વચ્છતાં અભિયાનના દાવાઓ સામે પણ અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.