
નસવાડી તાલુકાના ગઢબરીયાદ અને ખડકીયા(બો)ગામના ખેડુતો કાતરા ઈયળોના આતકંથી હેરાન પરેશાન થઈ ગયા છે. જયારે ખેડુતોએ ખેતરોમાં તલનુ વાવેતર કર્યુ છે તેમાં કાતરા ઈયળો પડતા તલના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.
નસવાડી તાલુકામાં ખેડુતો માટે એક નવી આફત સામે આવી છે. ગઢબોરીયાદ અને ખડકીયા(બો)ગામોની સીમમાં આવેલા ખેતરોમાં કાતરા નામની ઈયળોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. ખેડુતોને આ કાતરા ઈયળોના કારણે ખેતીમાં નુકસાન થઈ રહ્યુ છે. કારણ કે, ખેડુતોએ ખેતરોમાં આ વખતે તલની ખેતી કરી હતી. તેમાં અચાનક જ છેલ્લા કેટલાક સમયથી કાતરા નામની ઈયળો અચાનક જ આવી ગઈ છે. અને તે ઈયળો તલના પાકમાં પાંદડાને અને તલના છોડને મુળમાંથી ખાઇ રહી છે. જેના કારણે તલનો પાક પીળો પડી ગયો છે. અને ધીમે ધીમે તલ મરી રહ્યા છે. જેના કારણે ખેડુતોને તલની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી ખેડુતોને કુદરતી આફતોથી ખેતીમાં નુકસાન થઈ રહ્યુ છે.