નસવાડી તાલુકાના છોટીઉંમર ગામના ત્રણ ફળિયાનો દોઢ કિ.મી.નો કાચો રસ્તો પાકો નહિ બનતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
નસવાડી તાલુકાના છોટીઉંમર ગામના પડુલી ફળિયા, ટેકરા ફળિયા, નિશાળ ફળિયુ, ત્રણ ફળિયામાં 500 ઉપરાંતની વસ્તી છે. ત્રણ ફળિયામાં કાચા રસ્તા છે. મુખ્ય રોડ ગામના પાટીયા સુધી બનેલો છે. ત્રણ ફળિયાને જોડતો રસ્તો કાચો છે. ફળિયા સુધી પહોંચવા માટે કાચા રસ્તા ઉપરથી પગપાળા લોકોએ આવવુ પડે છે.આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા મળે તે માટે સરપંચે વારંવાર લેખિતમાં પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી અને ગ્રામસભામાં ઠરાવો કર્યા છે.પરંતુ સરપંચ અને ગ્રામજનોની રજુઆત સાંભળવામાં આવતીનથી. આ ત્રણ ફળિયામાં ચોમાસાના 4 મહિના અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે. ખેડુતોને ખાતર-બિયારણ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે આ મુખ્ય રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડે છે.