નર્મદા કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહો મળ્યા, પરિવારજનોએ લગ્નની મંજુરી ના આપતા ભર્યુ અંતિમ પગલું

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આંબલીયારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવી યુવક અને યુવતી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. એકબીજા સાથે બાંધેલી હાલતમાં બંનેના સાથે મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પરિવારજનોને સંબોધી લગ્ન માટે મંજૂરી ન આપતા આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આ ઘટનાને પગલે કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કપડવંજ તાલુકાના આંબલીયારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ૨ મૃતદેહો દેખાતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. આ બાબતે જાણ કરવામાં આવતા કપડવંજ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા કપડવંજ ટાઉન પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી. કેનાલમાંથી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. યુવક અને યુવતી બંનેના મૃતદેહ એકબીજા સાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃતદેહ પાસેથી ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં પરિવારજનોને સંબોધીને લખેલા લખાણમાં લગ્ન માટે મંજૂરી ન આપતા આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચિઠ્ઠીમાં અમને માફ કરજો તમે અમારા લગ્ન માટે મંજૂર નહોતા, એટલે અમારે આવું કરવુ પડ્યું તેમ જણાવાયું છે. પોસ્ટમોર્ટમ માટે બંને મૃતદેહોને સોરણા આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલિસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કપડવંજના પીઆઇ જનકસિહે જણાવ્યું હતું કે આત્મહત્યાનો બનાવ છે.મૃતક યુવક અને યુવતીના બંને મૃતદેહો સાથે મળી આવ્યા હતા.પોલિસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.આ મામલે નોંધ કરી તપાસ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.