
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન હેઠળ રચાયેલી એમ્પાવર્ડ ટાસ્ક ફોર્સની ૧૯મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં નમામી ગંગે મિશન હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યો અને આગામી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે નમામી ગંગે મિશન હેઠળ અત્યાર સુધી કુલ ૫૨૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી ૪૩,૦૩૦ કરોડના ખર્ચે ૩૫૫ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે. ઉપરાંત આગ્રા અને વારાણસી ખાતે સ્થાપિત આધુનિક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગંગા અને યમુના નદીઓને પ્રદૃૂષણમુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહૃાા છે.
બેઠકમાં શુદ્ધિકરણ કરાયેલા ગંદા પાણીના સુરક્ષિત પુન:ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવાની સાથે ગંગાના સતત વહેણ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ નદીના પર્યાવરણીય તંત્રને વધુ મજબૂત બનાવવા માટે આર્દ્ર ભૂમિના સંરક્ષણ તેમજ ભારતના રાષ્ટ્રીય જળચર પ્રાણી ગંગા ડોલ્ફિન સહિતની જૈવ વૈવિધ્ય બચાવવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી.બેઠક દરમિયાન ઉત્તર પ્રદૃેશના સુરહા તળાવને ભારતની ૧૦૦મી રામસર સાઇટ તરીકે મળેલી માન્યતાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો. આ સિદ્ધિને દૃેશના પર્યાવરણ અને આર્દ્ર ભૂમિ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવવામાં આવી.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ નમામી ગંગે મિશન હવે માત્ર સરકારી યોજના નથી, પરંતુ જનભાગીદારીથી ચાલતું એક રાષ્ટ્રીય અભિયાન બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગંગાની નિર્મળતા, અવિરલતા અને તેની સમૃદ્ધ જૈવ વૈવિધ્યને જાળવી રાખવા માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે, જેથી આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુરક્ષિત નદીની અમૂલ્ય ધરોહર મળી રહે.