મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી દૂર કરવા માટે ૨૦૦ થી વધુ સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા

એક સૂત્રએ જણાવ્યું હતું કે ૧૩૦ લોકસભા અને ૬૩ રાજ્યસભા સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવાની માંગ કરતી નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આવતીકાલે એક ગૃહમાં નોટિસ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. જોકે, તે સ્પષ્ટ નથી કે તે કયા ગૃહમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન, એક વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કરવામાં ખૂબ ઉત્સાહ દૃર્શાવ્યો છે. જ‚રી સંખ્યા પહેલાથી જ પહોંચી ગઈ હોવા છતાં, ઘણા સાંસદો ગુરુવારે નોટિસ પર હસ્તાક્ષર કરવા માટે આગળ આવ્યા.

નિયમ મુજબ,સીઇસીને પદ પરથી દૃૂર કરવા માટે ઓછામાં ઓછા ૧૦૦ લોકસભા સાંસદોની જ‚ર છે. વધુમાં, રાજ્યસભાના ૫૦ સાંસદો જ‚રી છે.

સૂત્રએ જણાવ્યું હતું કે ઈન્ડિયા બ્લોકમાં રાજકીય પક્ષોના સભ્યોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા હતા. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના સાંસદૃોએ પણ નોટિસ પર હસ્તાક્ષર કર્યા હતા, ભલે આપ હવે ઈન્ડિયા બ્લોકનો ભાગ નથી. આ પહેલી વાર છે જ્યારે કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી દૃૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે. એક ઉચ્ચ સ્થાન ધરાવતા સૂત્ર અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર સામે સાત આરોપો મૂકવામાં આવ્યા છે. આ આરોપો પદ પર રહીને પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વર્તનથી લઈને ચૂંટણીમાં છેતરિંપડીની તપાસમાં ઇરાદાપૂર્વક અવરોધ ઊભો કરવા અને વ્યાપક મતાધિકારથી વંચિત રાખવા સુધીના છે. વિરોધી પક્ષોએ વારંવાર મુખ્ય ચૂંટણી કમિશનર પર શાસક ભારતીય જનતા પાર્ટીની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે, ખાસ કરીને ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂના સંબંધમાં, જેનો હેતુ ભાજપને મદદ કરવાનો છે.