મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર-જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરવાસીઓને વધુ એક મેટ્રો ટ્રેનની સુવિધાની ભેટ આપી છે. આ મેટ્રો ટ્રેન થકી લોકો હવે મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધીની મુસાફરી કરી શકશે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેર જનતા સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી અને મુસાફરી કરી રહેલા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ મુખ્યમંત્રીએ સહજ સંવાદ સાયો હતો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.