
જ્યાં સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે અને જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યાંજ સ્વચ્છતા નથી, તો શાળામાં કેવું હશે? એ બાબત પણ વિચારવા કરવા લાયક છે. આજ શાળામાં થોડા દિવસો પેલા સેવાસેતુ કાર્યક્રમ હતો અને આજ સ્ટેજ ઉપરથી લીમખેડા તાલુકાના મામલતદાર સહિત ૧૩ જેટલા અલગ અલગ વિભાગના કર્મચારીઓ પણ હાજર હતા છતાં પણ આ કચરો કોઈના ધ્યાન પર ન આવ્યો આટલા બધા ઝાડી ઝાખરામાં ઝેરી જંતુઓ પણ હોઈ શકે નાના નાના બાળકો જો ક્રિકેટ જેવી રમત રમતા હોય તો દડો પણ આ જગ્યામાં જાયતો લેવા જતા કોઈ ઝેરી જંતુ કરડવાનો પણ ભય જોવાઈ છે અને ત્યાંજ પંચાયતની કચરા કલેક્શન રીક્ષા પણ ભંગાર હાલતમાં જોવા મળી સેવા સેતુના કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હાજર હતા, તો શું એમના દ્વારા પણ શાળા સંચાલકોને આ બાબતનું ધ્યાન ન દોરવામાં આવ્યું હોય આટલું મોટું સ્ટેજ અને આ સ્ટેજ પર તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળતા લોકોને આ ઝાડી ઝાખરા જોવાયા તો વહીવટી તંત્ર કેમ આ જોઈ સકતું નથી. શું શાળા કેમ્પસમાં આ યોગ્ય છે ખં?