ગત રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મોરવા હડફ ધારાસભ્ય નિમીષાબેન સુથાર તેમજ સ્થાનિક તાલુકાના ગ્રામજનો ધ્વારા મુલાકાત કરી ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત મજૂર થયેલ સંતરામપુર – મોરવા હડફ – સંતરોડ ફોર લેન હાઈવેને નાટાપુર ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે સાથે કનેક્ટિવિટી આપવા માટે રજુઆત કરી હતી. આ કનેક્ટિવિટીથી પંચમહાલ જીલ્લાના મોરવા હડફ, મહિસાગર જીલ્લાના સંતરામપુર, લુણાવાડા, દાહોદ જીલ્લાના ફતેપુરા સંજેલી તથા રાજસ્થાન ના બાસવાડા અને ડુંગરપુર જીલ્લાના આદિવાસી વિસ્તારોને પરિવહન, વેપાર, કૃષિ અને રોજગાર મોટું પ્રોત્સાહન મળશે. આ સાથે જીલ્લા પંચાયત સદસ્ય મોરા અને આગેવાનો સાથે હારેડાથી ડેઝરને જોડતા રસ્તાના પ્રશ્ન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.