
બગદૃાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલાની ઘટનામાં ફરિયાદૃીને તેડું આવ્યું હતું.એસઆઇટી દ્વારા નવનીત બાલધીયાને વિશિષ્ટ નિવેદૃન લેવા માટે રેન્જ આઇજી ઓફિસે બોલવવામાં આવ્યા હતા, નવનીત બાલધિયાએ એસઆઇટીને ૧૫ પુરાવા સુપરત કર્યા હોવાનું જણાવ્યું હતું.
ભાવનગરના બગદૃાણાના સેવક નવનીત બાલધીયા ઉપર ૨૯ ડિસેમ્બરના રોજ ૮ ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાના પગલે ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, હુમલાનો ગુન્હો નોંધતા મહુવા પોલિસે ૮ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, અને ત્યારબાદૃ રાજ્ય સરકારની સૂચનાથી ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્વારા આ બનાવ અંગે એસઆઇટી ટીમની રચના કરવામાં આવી હતી.
એસઆઇટીની તપાસ દૃરમિયાન આ બનાવવામાં વધુ બે આરોપીઓ સામે આવ્યા હતા, જયારે ગઈકાલે પણ એક આરોપીને જીૈં્ એ ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે હવે આજે ભાવનગર રેન્જ ઓફિસ ખાતે આ બનાવના ભોગ બનનાર નવનીત બાલધિયાને વિશિષ્ટ નિવેદૃન માટે આઈજી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા.એસઆઇટીની ટીમે સતત ૩ કલાક સુધી નવનીત બાલધિયાની પૂછપરછ કરી નિવેદૃન નોંધાવ્યું હતું.
૧૭ જાન્યુઆરીએ એસઆઇટીએ પીઆઇ ડી. વી. ડાંગર અને પીઆઇ કે.એસ. પટેલને પુછપરછ માટે આઇજી ઓફિસ બોલાવ્યા હતા અને ૯ કલાક પૂછપરછ ચાલી હતી. જ્યારે એસઆઇટી દ્વારા પૂછપરછ બાદૃ નવનીત બાલધિયાએ મીડિયા સમક્ષ નિવેદૃન આપતાં જણાવ્યું હતુ કે, માર મારવાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહિર વિરુદ્ધ મે ૧૫ પુરાવા એસઆઇટીને રજુ કર્યા છે, મે આપેલા પુરાવા મુજબ જો એસઆઇટી આ દિૃશામાં તપાસ કરશે તો મને ન્યાય ચોક્કસ મળશે. મને એસઆઇટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર વિશ્ર્વાસ છે. હવે આ કેસમાં પીડિતના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીનું નામ દૃાખલ થશે કે કેમ એ જોવું રહૃાું.
ભાવનગરના બગદૃાણાના સેવકને માર મારવા મામલે વધુ એક આરોપી ઝડપાયો હતો. મહુવા તાલુકાના કોદિૃયા ગામેથી દિૃનેશ ઉર્ફે દૃાદૃુ લોમાભાઈ સોલંકીને ઝડપી લઈ મેડિકલ ચેકઅપ માટે ભાવનગર હોસ્પિટલ લવાયો હતો. આમ બગદૃાણા નવનીત બાલધિયા પ્રકરણમાં આજ સુધીમાં કુલ ૧૧ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં રેન્જ આઇજી દ્વારા એસઆઇટીની રચના કરી હતા. આ કેસમાં અગાઉ ૧૦ આરોપીઓને ઝડપી લેવાયા છે. કેસમાં આજે વધુ એક ઈસમનું નામ ખુલતા પોલીસે કોદિૃયા ગામેથી એક શખ્સને ઝડપી લીધો હતો.