મની લોન્ડિંરગ:કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી સહિત ૧૬ આરોપીઓ પર ચુકાદો અનામત રાખ્યો

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લારા પ્રોજેક્ટ્સ મની લોન્ડિંરગ કેસમાં આરોપો ઘડવાનો પોતાનો આદૃેશ અનામત રાખ્યો છે. આ કેસ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દૃેવી અને તેજસ્વી પ્રસાદ યાદવ સહિત ૧૬ આરોપીઓ સામે છે. કોર્ટ ૩ માર્ચે પોતાનો આદૃેશ આપે તેવી અપેક્ષા છે.

પ્રથમ યુપીએ સરકારમાં લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે રેલ્વેના ગ્રુપ ડીમાં ભરતીઓ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે ભરતીઓ જાહેરાત વિના કરવામાં આવી હતી. અરજી કર્યાના ત્રણ દિવસમાં ઘણા લોકોને નોકરીઓ આપવામાં આવી હતી. નોકરીના બદલામાં ઉમેદવારો પાસેથી લાંચ તરીકે જમીન લેવામાં આવી હતી. ઈડીએ કહૃાું છે કે લાલુ પરિવારને સાત સ્થળોએ જમીન મળી છે.