મહીસાગર વિરપુરના લીંબડીયા મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો

વિરપુરના કે.સી. શેઠ આર્ટ્સ કોલેજ થી લીંબડીયા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો આવ્યો છે. ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રશ્યો છે, તેમજ બ્રહ્માણી સોસાયટીના મુખ્ય પ્રવેશ માર્ગ પર ખુલ્લી ગટરો ચોકઅપ થતા એક ફૂટ જેટલુ ગટરનું દુષિત પાણી ભરાતા શાળામાં જતા નાના ભૂલકાઓને પસાર થવું દોહયેલું બન્યું છે, ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. ગટરો બ્લોક થવાના કારણે ગટરોનું દુષિત પાણી વરસાદી પાણીમાં ભળતા ચામડીના રોગો અને મચ્છરજન્ય મેલેરિયા જેવા રોગો થવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે મચ્છરનો ઉપદ્રવ માજા મુકે તો નવાઈ નહિ, સ્થાનિક સોસાયટીના રહીશોની માંગ ઉઠી છે. તાત્કાલિક ડ્રેનેજ ગટરોની સાફ સફાઈ કરી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે,આ શોપિંગ માં આશરે ૩૦ થી ૪૦ દુકાનો આવેલી છે, ત્યારે દુકાનદારો વહીવટી તંત્ર સામે લાચાર બનીને ધંધા રોજગાર પર અસર પડતા વીલા મોઢે બેસી રહેવાનો વારો આવ્યો છે.