મહાશિવરાત્રીથી શરૂ થયેલા વિવાદનું હોળીએ સમાધાન, કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતીબાપુને સાલ ઓઢાડી આશીર્વાદ લીધા

મહાશિવરાત્રીની રાતે શરૂ થયેલો વિવાદ હોળીના દિવસે શમ્યો હોવાનું લાગી રહૃાું છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલે હવે ઇન્દ્રભારતી બાપુ સાથે સમાધાન કરી લીધું છે. કીર્તિ પટેલે હોળીના દિવસે સોમવારે ઇન્દ્રભારતી બાપુને સાલ ઓઢાડીને આશીર્વાદ લીધા છે. આ સાથે કીર્તિ પટેલે હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગીરીબાપુને પણ સાલ ઓઢાડીને સન્માન કરી આશીર્વાદલીધા છે.

કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુનો વિવાદૃનો હવે અંત આવ્યો છે. સોમવારે કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુને સાલ ઓઢાડીને પગે લાગી હતી. જે બાદ ઇન્દ્રભારતી બાપુએ પણ કીર્તિને આશીર્વાદ આપ્યા હતા. ઇન્દ્રભારતી બાપુ સાથે હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદૃ ગીરીબાપુ પણ બેઠા હતા. કીર્તિએ હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદૃ ગીરીબાપુને પણ સાલ ઓઢાડીને સન્માન કરીને આશીર્વાદૃ લીધા હતા. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહૃાો છે. આ વીડિયોમાં તમામ લોકો હસી હસીને વાતો કરી રહૃાા છે.

એક વીડિયોમાં કીર્તિ પટેલ ઊભી છે અને સાથે ઇન્દ્રભારતી બાપુ, હરીહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદૃ ગીરીબાપુ બેઠા છે. ત્યારે કીર્તિ પટેલ બોલે છે કે, ભારતી પરિવારને તોડવાની કોશિશ ઘણાએ કરી પણ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દૃીધો.

નોંધનીય છે કે, ૧૫મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિૃવસે ભવનાથના મૃગીકુંડમાં સાધ્વીની જેમ ભગવા વસ્ત્રો ધારણ કરીને સ્નાન કરવા ગયેલી કીર્તિ પટેલ સામે સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે જૂનાગઢ પોલીસમાં કુલ ત્રણ ફરિયાદૃો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ મહિલા પોલીસ અધિકારીએ નોંધાવી હતી, જેમાં ફરજમાં રુકાવટ અને મહિલા પીઆઇને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. બીજી ફરિયાદૃ પ્રભાસ પાટણના સાધુ દ્વારા નોંધાવાઈ હતી જેમાં મૃગીકુંડમાં સ્નાન કરી સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

૨૧મી ફેબ્રુઆરીના રોજ એક સ્થાનિક યુટ્યુબરે ત્રીજી ફરિયાદૃ નોંધાવી છે. જેમાં કીર્તિ પટેલે તેના અન્ય પાંચ સાથીદૃારો સાથે મળીને યુટ્યુબર પાસે ૨૦ લાખ ‚પિયાની તોિંતગ ખંડણી માંગી હતી. આ રકમ ન આપે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દૃેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ દૃબાણને કારણે યુવકે બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ગુનાઓમાં કીર્તિ પટેલની સંડોવણી બાદૃ તે ફરાર હતી. તેની તપાસ બાદ તે રાજસ્થાનમાં ઉદૃયપુરમાં હોવાની માહિતી મળતા પોલીસે તેને રવિવારે ઝડપી પાડી હતી.