મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ રતલામ મંડળની અનેક ટ્રેનો રદ્દ : કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા

દક્ષિત ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈ, ભીલાડ, બોરીવલી વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકરની સ્થિતિ સર્જાતા રેલ્વે વ્યવહાર પ્રભાવિત થયો છે. તેના પરિણામ ‚પે રતલામ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનોના ‚ટ બદલવામાં આવ્યા છે.

પશ્ર્ચિમ રેલ્વેના મુંબઈ સેન્ટ્રલ મંડળના ભીલાડ, બોરીવલી તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, સહિત અન્ય જગ્યાઓએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. જેથી રેલ વ્યવહાર પર અસર થવા પામી છે. તેમ જ કેટલાક ઠેકાણે ભુસ્ખલન થવાથી સુરક્ષાના ભાગ‚પે પશ્ર્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડતી કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ છે. તો કેટલીક ટ્રેનોના ‚ટ બદલવામાં આવ્યા છે.

રદ્દ કરાયેલા ટ્રેન ‚ટ

(૧) ટ્રેન નં.-૧૨૯૦૯ બાંદ્રા ટર્મિનસ-હઝરત નિઝામુદ્દીન, ગરીબ રથ એકસપ્રેસ

(૨)ટ્રેન નં.-૧૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન, ઓગસ્ટ ક્રાંતિ એકસપ્રેસ

(૩)ટ્રેન નં.-૧૨૯૫૫ મુંબઈ સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ એકસપ્રેસ

(૪)ટ્રેન નં.-૨૨૯૭૫ બાંદ્રા ટર્મિનસ-રામનગર એકસપ્રેસ

‚ટ બદલાયેલી ટ્રેન

(૧)ટ્રેન નં.-૨૨૬૩૩ ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન એકસપ્રેસ, વાયા જલગાંવ, પાલઘર, ઉધના સુધી

(૨)ટ્રેન નં.-૦૯૩૨૩ ખડકી-ઈન્દોૈર સ્પેશિયલ વાયા લોનાવાલા, કરજત, પનવેલ, કલ્યાણ, ઈગતપુરી, પાલઘ, સુરત જશે