મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધ અને માર્ચ એન્ડિંગના કારણે યાર્ડ બંધ રહેવાના કારણે સીંગતેલના ભાવમાં વધારો

મધ્યપૂર્વમાં ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધની અસરથી ગુજરાત પણ બાકાત રહી ચુક્યું નથી. રાજ્યમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. સીંગતેલમાં ૧૦ અને કપાસિયા તેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. આમ સીંગતેલ અને કપાસિયા તેલન ભાવમાં ફરીથી વધારો થયો છે.

રાજ્યમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. સીંગતેલમાં ૧૦ અને કપાસિયા તેલમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. એક જ મહિનામાં તેલના ડબ્બામાં રૂ. ૨૨૫નો તોતિંગ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૫૨૦થી વધીને ૨૫૪૦ રૂપિયા થયો છે. જ્યારે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૩૦૦૫થી વધીને રૂ. ૩૦૧૫ થયો છે.

બજારમાં અને યાર્ડમાં માર્ચ એન્ડિંગ ચાલે છે. માર્ચ એન્ડિંગના કારણે યાર્ડ બંધ હોવાના કારણે કાચા માલની અછત છે. કાચા માલની અછત પણ ભાવમાં વધારો થવાનું એક કારણ છે. યાર્ડ બંધ રહેતા આવક ઘટવાથી હજી પણ ભાવમાં વધારો થવાની અટકળ છે. તેથી હાલમાં થયેલો ભાવવદારો કંઈ અંતિમ નથી. ભાવમાં આ વધારો જારી રહેશે તેવો અંદાજ છે.

બજારના વર્તુળોનું કહેવું છે કે મધ્યપૂર્વના મોરચે જા સ્થિતિ વણસેલી રહી તો સીંગતેલ અને કપાસિયા તેલના ભાવના મોરચે પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ શકે તેમ છે. તેથી જા યુદ્‌ બંધ ન થયું તો આગામી દિવસોમાં ગૃહિણીઓએ મોંઘવારીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેમ માનવામાં આવી રહ્યુ છે. આમ ફરસાણના શોખીન ગુજરાતીઓએ મોંઘા ફરસાણનો સામનો કરવો પડે તેમ મનાય છે.