લુણાવાડા-ગોધરા હાઈવે ચોપડા બસ સ્ટેન્ડ નજીક પાનમ બ્રિજ પાસે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યા

લુણાવાડા-ગોધરા રોડ પર આવેલા ચોપડા સ્ટેન્ડ નજીક તેમજ પાનમ બ્રિજ પાસે દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધુ ધેરી બની રહી છે. જેના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. આ મુખ્ય માર્ગ મુંબઈ-દિલ્હી હાઈવેનો ભાગ હોવાથી અહિંથી નાના-મોટા વાહનોની સતત અને પુરપાટ ઝડપે અવર જવર રહેતી હોય છે.

ચોપડા સ્ટેન્ડ આગળ રોડની બિલકુલ સાઈડમાં લીલી મકાઈના ફેરીયાઓ દ્વારા ગેરકાયદે રીતે લારી-ગલ્લા અને દુકાનો ઉભી કરી દેવાઈ છે. આ ફરીયાઓને ત્યાં ખરીદી કરવા માટે વાહનચાલકો પોતાના વાહનો હાઈવે પર જ અસ્ત વ્યસ્ત ઉભા રાખી દે છે. જેના કારણે રોડ પર લોકોની ભીડ વધે છે. અને વારંવાર ટ્રાફિક જામ જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે ઓછી વિઝીબિલીટીના કારણે આ પરિસ્થિતિ વધુ જોખમી બને છે. આ ઉપરાંત ચોપડા નજીક આવેલા પાનમ બ્રિજ પર પણ કેટલાક તત્વો દ્વારા હાઈવેની બાજુમાં જ આડેધડ વાહન પાર્ક કરી દેવાય છે. જેના કારણે મોટો અકસ્માત સર્જાવવાની પુરેપુરી સંભાવના છે. સ્થાનિક રહિશો અને વાહનચાલકો દ્વારા સંબંધિત તંત્ર અને પોલીસ વિભાગની વિનંતી કરી ચોપડા સ્ટેન્ડ પાસે રોડની બાજુમાં લારીઓ અને ફેરિયાઓનુ દબાણ દુર કરવા અને ચોપડા સ્ટેન્ડ અને પાનમ બ્રિજ નજીક કાયમી ટ્રાફિક પોલીસ પોઈન્ટ મુકવા માંગ કરાઈ છે. જેથી અસામાજિક તત્વો પર લગામ કસી શકાય અને અકસ્માતનો ભય ધટે. તેમજ હાઈવે પર વાહનોનુ ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવી વાહન વ્યવહાર પુર્વવત અને સુરક્ષિત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.