હાલોલ તાલુકાના સીંગપુરા ગામે ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ વોચ ગોઠવી ઈકો ગાડીમાં લઈ જવાતોરૂ.૩.૭૧ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

હાલોલ તાલુકાના સીંગપુરા ગામે ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલએ ચોકકસ બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન બાઈક પર ઈકો ગાડીનું પાઈલોટીંગ કરી લઈ એક આરોપીનેરૂ.૩,૭૧,૪૦૩/-નો દારૂ, ઈકો ગાડી, બાઈક રોકડ મળી કુલ રૂ.૮,૦૭,૧૨૩/-નો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંેધાવા પામી છે.

હાલોલ તાલુકાના સીંગપુર ગામ ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ચોકકસ બાતમીના આધારે નાકાબંધી કરવમાં આવી હતી. ઈકો ગાડી નંબર જીજે.૧૭.એએચ.૦૭૪૨માં આરોપી મોહસીન મુસ્તાક શેખ ભરી લાવી તેમજ બાઈક નંબર જીજે.૦૬.એમએન.૪૮૬ દ્વારા ઈકો ગાડીનું પાયલોટીંગ કરી ભારતીય બનાવટનો દારૂ લવાતો હોય જેને એસ.એમ.પી. ટીમ ઝડપ્યો હતો. ચેકીંગ દરમિયાન ઈકો ગાડી માંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો બીયર મળી કુલ નંગ-૨૧૫૬ કિમત રૂ.૩,૭૧,૪૦૩/- નો દારૂ, મોટર સાયકલ, મોબઈલ ફોન, રોકડ રૂ.૭૨૦/- મળી રૂ.૮,૦૭,૧૨૩/-નો મુદ્દામાલ સાથે વિક્રમભાઈ ઉર્ફે ભાયો, દર્શનભાઈ બીન નટીયાભાઈ બામણીયાને ઝડપી પાડવામા આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ચેકીંગ દરમિયાન આરોપી ઈકો ગાડીનો ચાલક નાશી જવા પામ્યો હતો. આરોપીઓ મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણ, જાડાભાઈ ઉર્ફે હિતેશભાઈ જશવંતભાઈ રાઠોડ, કાગુ દેવુસિંહ બામણીયા અને પ્રકાશ નરેશભાઈ રાઠવા હાજર નહિ મળી આવ્યાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે.