
બિહારની રાજધાની પટણામાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પટણાના મસૌરીમાં પોલીસ સાથે એક્ધાઉન્ટરમાં કુખ્યાત લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનો એક સભ્ય ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર, લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના બિહાર ઈન્ચાર્જ પરમાનંદૃ યાદૃવને પગમાં ગોળી વાગી હતી. આરોપી પરમાનંદૃ યાદૃવ એક્ધાઉન્ટરમાં ઘાયલ થયો હતો અને તેના પર ત્રણ ડઝનથી વધુ ગુનાહિત આરોપો છે.
આંતરરાષ્ટ્રીય લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના કુખ્યાત ગુનેગાર પરમાનંદૃ યાદૃવ મોડી રાત્રે પટનાના મસૌરીમાં પોલીસ એક્ધાઉન્ટરમાં ઘાયલ થયો હતો. પરમાનંદૃ યાદૃવને પગમાં ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ઘટના બાદૃ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શ કરી છે.
એવું જણાવવામાં આવી રહૃાું છે કે મસૌરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનએચ ૨૨ પર લાલા બિઘા ગામ નજીક પરમાનંદૃ યાદૃવ પોતાના પલ્સર બાઇક પર એક સાથીને મળવા ભાગી રહૃાા હતા. દૃરમિયાન, મસૌરી પોલીસને માહિતી મળી હતી કે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના બિહાર ઈન્ચાર્જ પરમાનંદૃ યાદૃવ એક મોટી ઘટનાને અંજામ આપવા માટે પટના પહોંચ્યા છે. પોલીસે તેને ઘેરી લીધો હતો. ભાગતી વખતે ગુનેગારે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. આ દૃરમિયાન, પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં પરમાનંદૃ યાદૃવ પર ગોળીબાર કર્યો. ગોળી પરમાનંદૃ યાદૃવના પગમાં વાગી અને તેમને ઇજા પહોંચી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પરમાનંદૃ લાતેહાર જિલ્લાના ચાંદૃવા ગામના ચાટેરનો રહેવાસી છે. એવું જાણવા મળ્યું છે કે પરમાનંદૃ યાદૃવ વિરુદ્ધ રાજધાની પટના સહિત બિહાર અને ઝારખંડના વિવિધ જિલ્લાઓમાં ત્રણ ડઝનથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે