લીમખેડાના વાડોદર પાસે બાઈક જનરેટર સાથે અથડાતા ચાલકનુ મોત

લીમખેડા તાલુકાના વાડોદર ગામે ડુંગર વચ્ચેથી પસાર થતાં ભારતમાલા હાઈવે રોડ પર એક ક‚ણ અકસ્માત સર્જાયો હતો. જેમાં જનરેટર સાથે અથડાઈ જતાં બાઈક સવાર યુવકનુ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું છે. આ મામલે પીપલોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દે.બારીઆ તાલુકાના ભથવાડા ગામના વાઢી ફળિયામાં રહેતા ૩૫ વર્ષિય અશ્ર્વિનકુમાર લક્ષ્મણભાઈ બારીયા પોતાની મોટરસાયકલ જીજે-૨૦-બીકે-૩૬૨૯ લઈને ભારતમાલા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોડનુ કામ ચાલતુ હોવાથી ત્યાં રાખેલા જનરેટર સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બાઈક હંકારતા અશ્ર્વિનકુમારને છાતી, હાથ, પગ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. આ મામલે પિતા લક્ષ્મણભાઈ કોળીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.