કવાંટના યુવકે નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ સોશ્યલ મીડીયામાં મુકતા યુવકની ધરપકડ કરાઈ

કવાંટના યુવક પરેશ રાઠવાએ ઇન્સ્ટાગ્રામ પર ખૂંખાર નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરી હતી. આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવાથી સુલેહ-શાંતિનો ભંગ થાય છે, દેશના સાર્વભૌમત્વને નુકસાન થાય છે અને દેશની એકતા, અખંડિતતા તથા સુરક્ષા જોખમમાં મુકાય છે. છોટાઉદેપુર જીલ્લા જઘૠ દ્વારા પરેશ રાઠવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ પોસ્ટ ધ્યાને આવતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

છોટાઉદેપુર જીલ્લા પોલીસ વડાએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના આ યુગમાં લાઈક અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં એવી કોઈ પોસ્ટ ન કરવી, જે કાયદાકીય મુશ્કેલી ઊભી કરે. કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવાની અપીલ પણ તેમણે કરી હતી.