કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શ‚ થઈ ગઈ છે. આવામાં જુનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો આવવાનો છે. કારણ કે, કરશન બાપુ ભાદૃરકા આમ આદૃમી પાર્ટીને અલવિદૃા કરીને કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કરી દૃીધી છે.

જાણીતા સામાજિક કાર્યકર્તા કરશન બાપુ ભાદૃરકા આમ આદૃમી પાર્ટી સાથે છેડો ફાડવા જઈ રહૃાાં છે. તેઓ છેલ્લાં કેટલાક સમયથી આમ આદૃમી પાર્ટીમાંથી નારાજ હતા. જેના બાદૃ તેઓએ કોંગ્રેસના અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદૃ ફોટો વાયરલ થયા હતા. વાયરલ પોસ્ટ બાદૃ આજે તેઓએ કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કરી છે. ત્યારે જુનાગઢમાં થયેલા આ પક્ષપલટાથી સ્થાનિક ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ સર્જાશે. હાલ જુનાગઢ ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર બન્યું છે.

કરશન બાપુ ભાદૃરકા લાંબા સમયથી આમ આદૃમી પાર્ટી વિરોધી સૂર આલાપી રહૃાા હતા. ગત વર્ષે કરશનદૃાસ બાપુએ અરિંવદૃ કેજરીવાલ પર ખેડૂતોના ખંભે બંદૃૂક ફોડીને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કરસનદૃાસ બાપુએ અરિંવદૃ કેજરીવાલને ખોટા અને જુઠ્ઠા વ્યક્તિ ગણાવીને તેમની ગુજરાત મુલાકાતને રાજકીય પ્રેરિત ગણાવી હતી.

કોંગ્રેસમાં જોડાતા પહેલા કરશનદૃાસ બાપુ ભાદૃરકા એ વાતચીતમાં જણાવ્યું કે, અનેક પરિબળો હતા, જેના કારણે આપ પાર્ટી છોડવી પડી. બુઠ્ઠી છરી લઈને આપ લડવા નીકળી છે. ખેડૂતોના નામે રાજકારણ ક્યારેય શક્ય નથી. આપમાં મારા ચાર વર્ષ બરબાદૃ રહૃાા. આમ આદૃમી પાર્ટીમાં મારે કોઈ વ્યક્તિગત વિરોધ નથી. વિઝન વગર લોક હિતના પ્રશ્ર્નોને વાચા કેવી રીતે આપી શકાય. હું પહેલા હજેૈ માં હતો, હવે કોંગ્રેસમાં જોડાવું છું. આમ આદૃમી પાર્ટી ભાજપના હથિયાર તરીકે કામ કરે છે. આભાષીથી વાસ્તવિકતા તરફ માટે વિઝન હોવું જોઈએ.