કરાચીમાં ચાર બંદૂકધારીઓ દ્વારા લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના નજીકના એક આતંકવાદીની હત્યા કરવામાં આવી

હાફિઝ સઈદના એક નજીકના સાથીની ચાર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. હુમલો થયો ત્યારે તે દરવાજા પાસે બેઠો હતો. તે જ સમયે બે મોટરસાઈકલ પર આવેલા ચાર બંદૂકધારીઓ આવ્યા અને ગોળીબાર કર્યો. હુમલો એટલો ઝડપી હતો કે સઈદના નજીકના સાથીને ખાંસવાની પણ તક મળી નહીં.

મૃતક લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. જાકે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી તેની ઓળખ કે સંગઠનમાં ભૂમિકા અંગે કોઈ વિગતો જાહેર કરી નથી. હુમલા બાદ, હુમલાખોરો આતંકવાદીનું હથિયાર પણ છીનવી ગયા.

ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ પણ પહોંચી ગઈ અને કેસની તપાસ શરૂ કરી દીધી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોની ઓળખ કરવા અને હત્યા પાછળનો હેતુ નક્કી કરવા માટે કામ કરી રહી છે.

કરાચીમાં બનેલી આ ઘટનાનો આરોપ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વ્યÂક્તઓ પર લગાવવામાં આવ્યો છે. તેને શ્રેણીબદ્ધ હુમલાઓ સાથે જાડવામાં આવી રહ્યો છે. જાકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હત્યાઓ પાછળ કોઈ અન્ય આતંકવાદી જૂથનો હાથ છે કે કોઈ અન્ય હેતુ છે.

એ નોંધવું જાઈએ કે ૨૦૨૦ થી, પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ભારત વિરોધી આતંકવાદીઓ પર હુમલા કરવામાં આવ્યા છે. હત્યાઓની સંખ્યામાં વધારો થયો છે. એપ્રિલ ૨૦૨૪ માં હાથ ધરાયેલી તપાસમાં, લશ્કર અને જૈશ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા આતંકવાદીઓ હત્યાના લગભગ ૨૦ કેસ જાહેર થયા હતા. પાકિસ્તાન સતત આરોપ લગાવી રહ્યું છે કે આ હત્યાઓ પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ છે, પરંતુ ભારતે પાકિસ્તાની દાવાઓને નકારી કાઢ્યા છે. અબ્દુલ રહેમાન મક્કી, ફૈઝલ નદીમ, સલમાન અને શેખ યુસુફ આફ્રિદી જેવા ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે.