નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી સહિત ૧૨ ગામોના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન પર ખેતી કરવાના અધિકારનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ , ૨૦૦૬ હેઠળ કરવામાં આવેલા જમીનના દાવાઓ અંગે ખેડૂતો દ્વારા કોર્ટમાં કાનૂની લડત ચાલી રહી છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમના દાવાઓનો અંતિમ નિકાલ ન થાય અને પાકી સનદ ન મળે ત્યાં સુધી વન વિભાગ તેમને ખેતી કરતા અટકાવે નહીં.
ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૮૩૧૨/૨૦૧૯ સહિતના કેસોમાં આદિવાસી ખેડૂતાના વન અધિકારના દાવાઓ અંગે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અને દાવાઓના નિકાલને પડકારવામાં આવ્યો છે. અરજદાર ખેડૂતો તરફથી વકીલ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને વધુ સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાવાની છે.
ખેડૂતોનું કહેવું છે કે તેમના વન અધિકારના દાવાઓ અંગે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તેમને તેમની પરંપરાગત જમીન પર ખેતી કરવાની મંજૂરી મળવી જાઈએ. ખેડૂતોની એક મુખ્ય દલીલ એવી પણ છે કે જા ઉમરપાડા વિસ્તારના ખેડૂતોને ખેતી કરવાની છૂટ આપવામાં આવતી હોય, તો સાગબારા વિસ્તારના ખેડૂતો સાથે પણ સમાન વ્યવહાર થવો જાઈએ. ખેડૂતોને સૌથી મોટી ચિંતા તેમના દાવાઓના નિકાલને લઈને છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી દાવાઓ ક્્યારે મંજૂર થશે અને તેમને ક્્યારે સત્તાવાર જમીનની સનદ મળશે તે અંગે અનિશ્ચિતતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ આદિવાસી ખેડૂતો ના મુદ્દે સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વન વિભાગે ખેડૂતો સામે કોઈ કાર્યવાહી કરવી જાઈએ નહીં. તેમણે સાગબારા અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા આદિવાસી પરિવારો દ્વારા કરવામાં આવેલા એફઆરએ દાવાઓનો કાયદેસર, પારદર્શક અને સમયસર નિકાલ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસનો દાવો છે કે નર્મદા જિલ્લામાં ૬૦૦થી વધુ વન અધિકારના દાવાઓ પેન્ડિંગ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં આવા લગભગ ૮૦ હજાર દાવાઓ હજુ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દાવાઓનો નિકાલ ન થાય ત્યાં સુધી ખેડૂતોની લડત ચાલુ રાખવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
હાલમાં આ સમગ્ર મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે. રાજ્ય સરકાર દ્વારા જવાબ રજૂ કરવા માટે વધુ સમય માંગવામાં આવ્યા બાદ કોર્ટ દ્વારા તે મંજૂર કરવામાં આવ્યો છે. હવે ૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આગામી સુનાવણીમાં સરકારનો જવાબ અને સમગ્ર મામલે આગળની કાનૂની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે. સાગબારા સહિતના ગામોના આદિવાસી ખેડૂતો માટે આ મામલો માત્ર જમીનના દાવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમની પરંપરાગત ખેતી અને જીવનનિર્વાહ સાથે પણ જાડાયેલો છે. તેથી હાઈકોર્ટની આગામી સુનાવણી પર ખેડૂતો ઉપરાંત સમગ્ર વિસ્તારમાં નજર છે.